મિરઝાપુર વેબસીરિઝ મેકિંગ (ભાગ-૨)

વેબસિરિઝ

પ્રથમ એપિસોડ નું સંક્ષિપ્ત
ધડાધડ રાઉન્ડ ફાયર થયા પછી હત્યારાઓ શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હોય છે. પોલીસની સાયરન મારતી ગાડી મૃતદેહની ઓળખ કરી ચૂકી હોય છે. ઘટના સ્થળ સુધી પહોંચેલા પોલીસના કાફલાને એ અણસાર આવી જાય છે કે, આમાં કોઈ રીઢા ગુનેગાર હોઈ શકે. પંકજ સાથે કામ કરવામાં ઘણા નવા કલાકારો અનુભવના નિચોડ સુધી પહોંચી જાય છે. ગુડ્ડુની એન્ટ્રી એના અવાજ પરથી એટલી ભયાનક હોય છે કે તમામ સીરિઝ માટે ગુડ્ડુ બુક થઈ જાય છે. પાવર સુધી પહોંચવાની રેસમાં ઘણી વખત એટલો મોટો ભોગ બની જાય કે કાયમી ખોટ રહી જાય.

———————————————————–

 

હવે વાંચો આગળ …
લગ્ન ગીત ગાઈ રહેલા જાનૈયાઓને અચાનક વરરાજાની લાશ જોવાનો વારો આવે છે. આટલો મોટો અવસર અવસાનમાં ફેરવાઈ જશે એવી તો કોઈને કલ્પના પણ ન હતી. હકીકત એવી છે કે, ખરેખર સીરિઝની શરૂઆત આટલી ભયાનક ફાયરિંગથી થશે એ શૂટિંગ પૂરું થયા પછી પણ નક્કી ન હતું. લેખક પુનિત કૃષ્ણ અને કરણ અંશુમન પાસે વિષયો નક્કી હતા, પરંતુ કેસ અલગ અલગ હતા. ફોકસ ઉત્તર પ્રદેશના ગેંગવોર કનેક્શનનું હતું. પણ ટાર્ગેટ એવો જ હતો કે, ખરેખર ગ્રાઉન્ડ લેવલ સુધી જકડી રાખે.
માત્ર ગાળો બોલવી જ ડાયલોગ બાજી નથી હોતી…
એક કેરેક્ટરની અંદર ઘણી જવાબદારી હોય છે…
ઘણી વખત કેમેરો જ ઘણું બધું બોલી જતો હોય છે પણ જ્યારે એક ક્રાઇમસીનમાં કોઈ મેચિંગ કરવાનું હોય ત્યારે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે…..

ડાયલોગની વચ્ચે ગાળ આવી જાય તો ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ર્ન હતો. કોમેડી કેરેક્ટરમાંથી ડોન સુધીની પ્રક્રિયા વારેવારે યાદ અપાવતી હતી કે, હું એક ગુંડો છું….
ખરેખર તો આ સ્ક્રીન સિવાયની સ્ક્રિપ્ટ છે જે સ્ક્રીન પર નથી તેમ છતાં છે.. પંકજે પોતાના સેટ સિવાયના ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. જ્યારે કોઈપણ સીન રેકોર્ડ થતો હોય ત્યારે એના ઓડિયો અને વિઝ્યુઅલ્સ માટેના અલગ અલગ પ્લેટફોર્મ હોય છે. જેને ચેનલાઈઝ કરીને એક સીરિઝનો વેબ એપિસોડ તૈયાર થતો હોય છે. આ વાત પણ વેબ સીરિઝ પહેલા થયેલા રિસર્ચમાંથી સામે આવી હતી.

મિરઝાપુર કી ગદ્દી પર બેઠને વાલા કભી ભી નિયમ બદલ સકતા હૈ…
દબા દોના… કરદો છેદ….
જબાન નહિ ચાહિયે વરના જબાન હી ખીંચ કર ગલે મેં ટાંગ દેંગે.

દિવ્યાંંદુ શર્મા ઉર્ફે મુન્ના ડાયલોગ ડિલિવરીના બાદશાહ કહેવાતા જુનિયર કલાકારે સિનિયર્સને તાલી પાડતા કરી દીધા. ચાર્મિંગ બોય અને એટલો પાતળો અવાજ કે ડોન તરીકે ઘડીકમાં ફિટ ન બેસે. પરંતુ સ્વચ્છંદીપણાની ચરમ સીમા જ્યાં પૂરી થાય ત્યાં આનું કેરેક્ટર શરુ થતું હતું. સીરિઝનો છેલ્લો પાર્ટ ફાઇટિંગનો દરેકને યાદ હશે. છેલ્લા સીનમાં પંકજ કારમાં બેસીને પણ રિએક્શન કરે છે હકીકતમાં આ સીન કટ કરી દેવામાં આવ્યો હતો. જે સ્ક્રીન સુધી પહોંચ્યો જ નથી, હજુ સુધી.
આપ થોડા રેસ્ટ કીજીએ વરના રેસ્ટ ઇન પીસ હો જાયેંગે….
કભી કવિતા પઢાતે પઢાતે ખુદ હી કવિતા કે સાથ ગુલઝારે ઉડાતે હૈ….

બસ થોડા ધ્યાન રખના અમર હમ હૈ તુમ નહીં.

કોમન ગણાતા ડાયલોગ્સ કે હિન્દીના વાક્ય અનોખી ડિલિવરીથી ડાયલોગમાં કન્વર્ટ થશે એટલો કોન્ફિડન્સ ક્યારેક પ્રોડ્યુસરને પણ રહ્યો હશે. ખાસ વાત તો એ છે કે સમગ્ર સીરિઝના દરેક એપિસોડ જે રીતે સ્ક્રિપ્ટ પર આધારિત હતા એમ એક એક ગાળ પણ જે તે સીન માટે સ્ક્રિપ્ટેડ હતી. વાત માન્યામાં આવે એવી નથી પણ હકીકત છે. જ્યારે કોઈ પાત્ર સુધી ખૂબ વિચારણા પછી નક્કી થયેલી સ્ક્રિપ્ટ પહોંચી ત્યારે ગાળના શબ્દો વાંચીને એક્ટર્સ પણ ચોંકી ગયા હતા. પણ જે ગુસ્સાથી ગાળ બોલાય છે એમાં એ નેચરલ લાગે છે.
ફર્સ્ટ સીરિઝનો દરેક એપિસોડ એકદમ પ્લાન હોય એવું લાગે છે. સ્ક્રિપ્ટેડ પોલીસની અનસ્ક્રિપ્ટેડ પ્રેઝન્ટેશન ટેકનિક એટલી સોલિડ હતી કે યુવાનોના દિલો દિમાગ પર છવાઈ ગઈ. બોલીવુડની દુનિયામાં હેડલાઇન્સમાં ચમકેલી વેબ સીરિઝ હકીકતે તો બેડલાઈન પર આધારિત હતી. માથા ફરેલ દીકરો ગેરકાયદેસર ધંધામાં પણ ઉઠેલપાનીઓ નીકળે એમાં તો બધું ભોપાળું થતું થઈ જાય. અંતે ફંડના નામે થતી રાજનીતિ કે બ્લેકમનીના રેડ કાર્પેટમાં સમેટાઈ જતું આખું સામ્રાજ્ય ગેંગવોર સુધી પહોંચી જાય.

ગન્સનો ધંધો ડ્રગ્સનો ધંધો બની જાય ત્યાં સુધી સત્તા અને સંપત્તિ માટે ખૂન કરવાના ઇરાદાઓ એવી રીતે પાર પડે જાણે કોઈ ડોક્ટર માટે દર્દીનું ઓપરેશન. અંતે તો આધાર અને પીડાનું સામ્રાજ્ય એ હદ સુધી પહોંચે છે કે જ્યાં સ્ટોરી કંટિન્યુ હોય એવી જ અનુભૂતિ થાય છે.

મૈં ઇસ સારી એક્ટિંગ ઓર સીન કે ક્રેડિટ રાઇટિંગ કો દેના ચાહતા હું…
મુન્ના એક ઐસા કેરેક્ટર હૈ જિસકા દિમાગ નહિ હૈ ફીર ભી દિમાગ સે કામ લેતા હૈ.
યે ક્રેડિટ ગો ટુ સ્ક્રિપ્ટ…

કેરેક્ટર હી એસા લિખા ગયા કે સ્ક્રીન પઢને વાલે એક ડિફરન્ટ ફીલ કરે.

મુન્ના ઇઝ ઓલવેઝ ટ્રબલ શુઝ….

દિવ્યાંગોને આ વાત ખરા અર્થમાં તો કોઈ ડાયલોગ્સ નથી પરંતુ સ્ક્રીન સિવાયના સેટમાં આ વાત જ્યાં સ્ટેજ પરથી સામે આવી ત્યારે ઘણા ખરા લોકો વિચારતા થઈ ગયા. જે સ્ક્રિપ્ટમાં નક્કી હતું એના કરતાં વધારે પ્લે ખૂબ જ પ્રશંસનીય રહ્યા છે.

ગન ઈઝ નોટ ઓન્લી વે ટુ શો ધ પાવર…. કોણે કહ્યું આવું? જે સ્ક્રિપ્ટમાં ન હોવા છતાં સત્ય છે… (આવતા અંકે)

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More