કોમેન્ટ બોક્સ – ત્રણ એક્કા ત્રણ રાણી

સોશિયલ મીડિયા

માત્ર બોલીવુડના જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ જગતના પણ ઘણા કલાકારો સોશિયલ મીડિયામાં સક્રિય છે. જેઓ સમયાંતરે અવનવી પોસ્ટ મૂકીને પોતાના ફ્રેન્ડ્સને અપડેટ આપતા રહે છે. આવી જ નાની મોટી અપડેટ અને ફોટો સ્ટોરી અંગે મોટી અપડેટ જોઈશું. આ સાથે ગુજરાતી ફિલ્મ જગતની એવી ગોસિપ કે જે વાંચીને પણ પેટ પકડીને હસી શકાય.

મલ્હાર ઠાકરે instagram ઉપર એક પોસ્ટ કરી હતી જેમાં હેશસ્ટેગ સાથે લખ્યું હતું કે ત્રણ એક્કા ત્રણ રાણી. પણ આના પરથી એ વાત ચોક્કસ લખી શકાય છે કે આ કલાકારની શરૂ થઈ રહી છે નવી ફિલ્મી કહાની. આ ફિલ્મમાં તેની સાથે છેલ્લો દિવસ ફિલ્મના કલાકાર યસ સોની પણ સ્ક્રીન શેર કરી રહ્યા છે. તમામ કલાકારોએ હમ સાથ સાથ હૈ ફોર્મેટમાં ફોટો ક્લિક કરાવ્યો હતો. જોકે પોસ્ટ ઉપર મ્યુઝિક માં મલહારે આજ ફિલ્મનું ટાઈટલ સોંગ મૂક્યું છે. ફ્રેન્ડ્સ આ પોસ્ટ ઉપર સવાલ કરી રહ્યા છે કે ધુલો ક્યાં છે?

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More