CREW : દાણચોરીમાંથી બચવાનું ટ્વિસ્ટ એટલે ફિલ્મ ક્રુ

બોલિવૂડ ડાયરી
CREW

હિન્દી ફિલ્મનું લાંબા સમય બાદ નારી પ્રધાન તરીકે ફ્લેવર બદલી રહ્યું છે. તબુ, કરીના કપૂર ખાન અને ક્રિતિ સેનનની ફિલ્મ ‘ધ ક્રૂ’ (CREW) માં અન્ય નારી પ્રધાન ફિલ્મોની જેમ ઓફબીટ સ્ટોરી રાખવાના બદલે ઓડિયન્સને એન્ટરટેઈનમેન્ટ આપવા પ્રયાસ થયો છે. ત્રણેય લીડ એક્ટ્રેસ આ ફિલ્મમાં એર હોસ્ટેસના રોલમાં છે. જેના હાથમાં બગાસુ ખાતા પતાસુ આવી જતા દોડધામ મચી જાય છે. ગોલ્ડ સ્મગલિંગ આમ તો ઘણો જૂનો કેસ છે. પણ અહીં નવા અંદાજમાં પીરસવામાં આવ્યો છે. ગોલ્ડ હાથમાં આવી જતા લાઈફ ચેન્જ કરવાના સપના જોતી ત્રણેય એક્ટ્રેસ કેવા ટ્વિસ્ટમાંથી પસાર થાય છે એ આ ફિલ્મમાં જોવા મળ્યું છે.

એરલાઈન્સના દેવાળુ ફૂંકવાની ઘટનાથી માંડીને સોનાની દાણચોરી સાથે સંકળાયેલા કિસ્સા જોવા મળશે. તબુ, કરીના કપૂર ખાન અને ક્રિતિ સેનની ફિલ્મ ‘ધ ક્રૂ’ 29 માર્ચે સિનેમાઘરમાં આવી રહી છે. ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મ છે. કોઈ ખોટા સંવાદ નહીં અને કોઈ ખોટી વલ્ગારિટી નથી. ફિલ્મની સ્ટોરી ત્રણ એર હોસ્ટેસની છે, જેઓ મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. પણ સપના આકાશમાં ઉડવાનાથી લઈ લાઈફસ્ટાઈલને સેલિબ્રિટી જેવી બનાવવાના છે. ગ્લેમરસ દેખાતી આ કરિયરમાં સતત નાણાં કમાવાની હોડ વચ્ચે પણ ત્રણેયની કોમેડી ઓડિયન્સને મજા કરાવી શકે છે. ફિલ્મની સ્ટોરીમાં ત્રણેય એક્ટ્રેસની જેમ એરલાઈન્સ પણ મહત્ત્વનો રોલ ધરાવે છે. આ વખતે એક્તાએ બીબાઢાળ કોમેડીમાંથી બહાર નીકળીને કંઈ નવા હાસ્યરસ સાથે મુદ્દાઓ ટ્વિસ્ટ કરવાનું સાહસ કર્યું છે.

ત્રણ અલગ-અલગ પેઢીની એક્ટ્રેસ પહેલી વાર સાથે કામ કરી રહી છે. તેમની સાથે દિલજિત દોસાંજ અને કપિલ શર્મા પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે અને તેના કારણે સોશિયલ મીડિયા પર ‘ધ ક્રૂ’ની ટીમ અંગે ચર્ચા જોવા મળે છે. પણ ક્રિતી આ ફ્રેમમાં ક્યાંક અલગ પડી જાય છે. પણ ડાયલોગ્સ લાઈનમાં તે બીજી બે એક્ટ્રેસને પાછળ મૂકી દે છે એવું ચોક્કસ થી કહી શકાય છે.

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) Pinterest : https://in.pinterest.com/cinegujarati/

CREW TRAILER, CREW TEASER, CREW STAR CAST, CREW MOVIE, BOLLYWOOD, TABBU, KRITI SANON, KAREENA KAPOOR, CINE GUJARATI

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More