દાસ્તાન-એ-ડ્રામા ડ્રામા રિવ્યુ ‘પા પા પગલી’

નાટક


સૌમ્ય જોશીનું ‘વેલકમ જિંદગી ’ નાટક જોયા બાદ પિતા અને પુત્રને લગતું કોઈ પણ નાટક આવે તો જોવા જવાનું મન થાય જ. કારણ કે, એ નાટકમાં એ પર્ટિક્યુલર રિલેશનશિપને એટલી બારીકીથી એક્સપ્લોર કરી છે કે બીજો કયો દૃષ્ટિકોણ બાકી હશે એ જાણવા માટે મન આતુર થઈ જાય.
આવી જ આતુરતા લઇ હું હાલમાં જ release થયેલું પ્રિયમ જાની લિખિત અને ખંજન ઠુંબર અભિનીત અને દિગ્દર્શિત ‘પા પા પગલી’ જોવા ગયો, અને to be very honest I wasn’t disappointed..
નાટકમાં એક પિતા પુત્ર કઈ હદે મિત્ર હોઇ શકે અને એ બંને વચ્ચે બ્રોમાન્સ પણ હોઇ શકે એ બહુ જ નિખાલસ પણે રજૂ કરવામાં આવ્યું છે. અમુક વર્ષો પહેલાં ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ નામક એક હિન્દી ફિલ્મ આવી હતી, ત્યારે પણ મને બહુ જ અચરજ થયું હતું કે બે મિત્ર વચ્ચે આવી સિચ્યુએશન સર્જાઈ શકે? ફિલ્મ જોયા બાદ જાણે હ્યુમન સાઇકોલોજીનો એક નવો પાઠ ભણ્યો હોઉં એવું મને લાગ્યું, અને પા પા પગલીમાં પણ એવી જ રીતે પિતા પુત્ર વચ્ચે આવો પ્રેમ શક્ય છે એ બિલિવ થયું.
આધુનિક જમાનાની આધુનિક એકલતાનું આ નાટક છે. જેprima facie એક કોમેડી નાટક છે પણ તેના ગર્ભમાં ટ્રેજેડી છે. મુંબઈ અથવા અમદાવાદ જેવી કોઈ ઋફતિં સિટીમાં, જુવાન દીકરાના એકલા વૃદ્ધ Slow થતાં બાપની ટ્રેજેડી. બાપ તરીકે મિહિર રાજડાનો અભિનય એટલો બધો જબરજસ્ત છે, કે એનું Voice Work, Spontaneity અને Characterization દરેક યુવા કલાકાર, કે જેઓ નાટ્ય અભિનયની કળામાં ઋચિ ધરાવતા હોય એ બધાંએ as a tutorial જોવો જોઈએ.
નાટકમાં હજી એક ખાસ વસ્તુ કે જે બખૂબી બહાર આવે છે. તે એ છે કે, આપણને એ અચાનક વર્તાય, કે આપણું મગજ એક ભળતી રીતે ટેવાઇ ગયું છે. ઘરનો દીકરો જ્યારે પરણીને આવે ત્યારે માને વહુથી અદેખાઈ અથવા તો insecurity થાય, પણ અહીંયા આ નાટકમાં મા છે જ નહીં – બાપ છે ! એક દીકરો એના પપ્પાને ડાર્લિંગ કહી શકે, ઓલ્ડ મોંક રમ સાથે પી શકે, અને એ જ સમયે એના એ જ પપ્પા possessive પણ લાગી શકે. આ કોન્ટ્રાસ્ટને હાઇલાઇટ કરતું અને ‘મા એ મા અને બીજા વગડાના વા’ કહેવત સાથે ‘બાપ એ બાપ જેના પ્રેમમાં ના હોય કોઈ માપ’ એવી એક નવી કહેવત બનાવતું નાટક છે ‘પા પા પગલી’.
લાઇટ્સ, સેટ્સ, કોસ્ટ્ચ્યુમ, મેકઅપ બધું જ નાટક રીયાલિસ્ટિક હોવાના કારણે ઇનોવેટિવ નથી. પણ રીયાલિસ્ટિક નાટકમાં પણ થીએટ્રિકલ ઇનોવેશન કઈ રીતે થઈ શકે એનું પણ ઉત્તમ ઉદાહરણ ‘વેલકમ જિંદગી’ નાટક જ છે. પછી એ બારીમાંથી ધોધમાર વરસતા વરસાદને જોઈ જિગના વ્યાસ એને ચૂપ કરાવતી હોય કે એ જ નાટકની એબ્સ્ટ્રેક શરૂઆત હોય.
નાટકનું લખાણ સરસ અને સરળ છે humour fresh અને પ્રાસંગિક છે. ખંજન ઠુંબર અને ક્રિષ્ના ગોકાણી ઠુંબરનો અભિનય સહજ અને સમકાલીન છે.
જ્યારે મૂળ નવું સમકાલીન ગુજરાતી કોન્ટેંટ થીયેટર પરથી લુપ્ત થતું જાય છે ત્યારે ‘પા પા પગલી’ like breath of Fresh Air.
અચૂક જોજો. આવજો.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More