ડ્રામા રિવ્યુ – ઈશારા ઈશારામાં…

નાટક
ઈશારા

“બે જણાં દિલથી મળે
તો એક મજલીસ છે મરીઝ
દિલ વિના લાખો મળે
એને સભા કહેતા નથી”
મરીઝ સાહેબના આ શેરનો ખરો અર્થ સમજવો હોય તો double century ફટકારનાર નાટક ‘ઈશારા ઈશારામાં’ જોવું જ રહયું.
આ નાટક, આ શેરનું આબેહૂબ નાટ્યરૂપ છે, કારણકે આ નાટકની વાર્તામાં બે પાત્રો, સંજય અને સરગમ એવા છે જેને કોઈ પણ પ્રકારની ભાષાની કે કોઈ પણ ઈન્દ્રિયોની જરૂર નથી. એ બનેવનો પ્રેમ માત્ર હૃદયના ધબકારા જાણે છે અને મૌનના ઈશારા સમજે છે.
Yes, it’s a love story of a musician man and a differently abled woman, જે બોલી કે સાંભળી નથી શકતી!
આસિફ પટેલ નિર્મિત, પ્રયાગ દવે દ્વારા લખાયેલ અને જય કાપડિયા દ્વારા દિગ્દર્શિત આ નાટકની વાર્તા એક અનોખી પ્રેમકથા છે. પ્રેમમાં પડવાથી લઈને સંજય અને સરગમની એક બીજાને સમજવાની loveable રીત અને સાંકેતિક ભાષાના સમન્વયથી છૂટાછેડા માટે અરજી દાખલ કરવા સુધીની વાત. પ્રેમમાં હોવા છતાં છૂટાછેડા મેળવવા માંગતા બે sensitive લોકોની એક passionate વાર્તા.
જય કાપડિયા is truly the captain of the ship here, જ્યારે દિગ્દર્શક જ નાટકનો મુખ્ય અભિનેતા પણ હોય અને નાટક ના ૭૫% સંવાદ એણેજ બોલવાના હોય, ત્યારે એક નાટક ને કઈ રીતે design કરવું જોઈએ એનું excellent demonstration જયભાઈ એ આપ્યું છે. નાટકની જાન કઈ શકાય એવી સરગમનું પાત્ર ત્રણ અભિનેત્રીઓએ ભજવ્યું છે. સંજના હિંદુપુર, સાત્વી ચોકસી અને ભક્તિ કુબાવત and since I have had the good fortune of watching all the three in action, હું આજ સુધી decide નથી કરી શક્યો કે આ ત્રણ માંથી કોણે સરગમના પાત્રને વધારે ન્યાય આપ્યો છે, all the three have been extraordinary in their respective ways.

નાટકમાં વકીલનું મહત્વનું પાત્ર સ્વર્ગીય શ્રી પ્રવીણ નાયકએ originally કર્યુ હતું. Honestly, ઓજસ રાવલ, વિનાયક કેતકર અને પરેશ ભટ્ટ જેવા ધુરંધરો એ પણ અમુક shows માટે આ પાત્ર નિભાવ્યું છે, અને ત્રણેવ undoubtedly એમાં અફલાતુન રહ્યા છે, પણ as a character પ્રવીણભાઈwas truly the best of all. મિત્રના પાત્રમાં ખુશલ શાહ અને સંજય-સરગમના પુત્રના પાત્રમાં, પ્રીત તેમજ હાલમાં આ નાટકનાં London ખાતે થયેલ shows માં એજ પાત્રોમાં ગુજરાતી ફિલ્મોના સુપ્રસિધ્ધ અભિનેતા આકાશ ઝાલા અને લંડનમાં રેહતા હેરી પારેખ સુંદર અને પત્રોચિત છે. નાટકનું સંગીત, મંચસજ્જા અને પ્રકાશ સરસ છે.
નાટકનું લખાણ સમકાલીન છે, અને humorous સાથે sensitive પણ છે. એક સચોટ લેખકની કલમની એજ તો તાકાત હોય છે કે એ જ્યારે ચાહે audienceને હસાવી શકે અને જ્યારે ચાહે રડાવી શકે. પ્રયાગ દવે એ super duper hit નાટક ‘the waiting rooms’ પછી ફરી એકવાર prove કર્યું છે કે તેઓ એક brilliant playwright છે. We as an audience should just hope that he keeps on writing more and more original Gujarati plays.
આ નાટકના હમણાં સુધી ત્રણ ભાષામાં ૨૫૦+ પ્રયોગ થયા છે અને લગભગ દરેક શો પછી audience એ નાટક અને તેનાં કલાકાર કસબીને standing ovation આપી નવાજ્યું છે. Generally, ઘણા મરાઠી નાટકના rights લઈ ગુજરાતી નાટકો બનતા હોય છે, પણ આ નાટક ૨૦૧૯ માં મૂળ ગુજરાતીમાં release થયેલું અને ત્યાર બાદ મરાઠી અને હિન્દી open થયું. Lockdown પછી આ નાટક re-release થયું અને હાલ પણ આ નાટકના પ્રયોગ ચાલુજ છે.
આ નાટકની speciality એ છે કે એક પણ સેકંડ માટે પણ audienceનું ધ્યાન divide થવા નથી દેતું. Audienceમાંથી Laughter, claps, vah vah સતત આવ્યા જ કરેં. છેલ્લા દસ વરસમાં મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર આવેલા one of the best original નાટકોમાનું એક નાટક એટલે ‘ઈશારા ઈશારામાં’
આ નાટકના shows ત્રણ ભાષામાંથી એક ભાષા માં ક્યાંક ને ક્યાંક થતાંજ હોય છે, અચુક જોજો. કઈ ભાષામાં એ ના વિચારતા, કારણકે આમ પણ આ નાટક ને મણવા માટે કાન કરતા વધારે હૃદય ની જરૂર છે, જે આપણા દરેક પાસે same હોય છે.
ભાષા કઈ છે એ irrelevant છે, ઈશારા મહત્ત્વના છે. આવજો.

#નાટક ‘ઈશારા ઈશારામાં’, #isharaisharama, #drama #dramaisharaisharama #theatre, #gujaratinatak, #gujaratidrama

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More