ગુજરાતી એકોક્તિ-સ્પર્ધા, મુંબઈ-2023 મા વડોદરાના કલાકારોની વિનિંગ હેટ્રિક

આર્ટિકલ્સ
ખ્યાતનામ અભિનેતા અને દિગ્દર્શક સ્વ. કમલેશ મોતા ની સ્મૃતિમાં આયોજિત આ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા પોતાના પ્રકારની સર્વપ્રથમ ડિજીટલ સ્પર્ધા છે , જેમાં દેશ અને વિશ્વભરના નવોદિતો થી માંડી અનુભવીઓ એ ભાગ લીધો . સ્પર્ધામાં  200 ઉપરાંત ની એન્ટ્રીઓ આવી હતી.

આ સ્પર્ધાની ચાર પૈકી  બે ગ્રુપમાં વડોદરાના કલાકારો એ ભાગ લીધો , અને ત્રણ ઇનામ મળ્યા

  • ગ્રુપ – 2 (17-31 years)મા ધ્રુવી સોની ને બીજું ઇનામ મળ્યું છે. કૃતિનુંનામ: ‘દિવાસ્વપ્ન ‘- (Day Dreaming).જજ તરીકે હતાં, નાટ્ય લેખક અને હિન્દી ફિલ્મો ના સ્ક્રીન રાયટર , પ્રકાશ કાપડિયા .
  • ગ્રુપ – 3 (32-50 years) મા દક્ષા પરમાર ને પહેલું ઇનામ મળ્યું છે. કૃતિનું નામ: ‘આર્તનાદ’. જજ તરીકે સેવા આપી ગુજરાતી તખ્તાના પ્રસિદ્ધ અભિનેતા , નિર્માતા અને દિગ્દર્શક હોમી વાડિયા એ .
  • સમગ્ર સ્પર્ધામાં આવેલી કૃતિઓ માં સર્વશ્રેષ્ઠ એકોક્તિ તરીકેની ટ્રોફી માટે પણ ‘આર્તનાદ’ માટે દક્ષા પરમાર ને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે . આમાં જજ હતાં સુપ્રસિદ્ધ અભિનેત્રી રોહિણી હટગંડી

‘દિવાસ્વપ્ન’ અને ‘આર્તનાદ’ બંને ના દિગ્દર્શક ઉર્વેશ સખીવાલા , લેખક તરુણ ઘોષ અને સિનેમેટોગ્રાફર અક્ષ સખીવાલા

આમ , એક મુંબઈ ની જાણીતી સંસ્થા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય એકોક્તિ અભિનય સ્પર્ધામાં બે ગ્રુપમાં વિજેતા નીવડેલ , તે ઉપરાંત સ્પર્ધામાં આવેલી સમગ્ર કૃતિઓ માં સર્વશ્રેષ્ટ એકોક્તિ અભિનય ની ટ્રોફી જીતી હેટ્રિક કરવી એ સાંસ્કૃતિક નગરી વડોદરા માટે અત્યંત ગર્વ ની વાત છે .

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More