હાફ ટિકિટ : ડ્રામા રિવ્યૂ

નાટક
half ticket

pritesh sodha

Cine Gujarati |સિને ગુજરાતી | દાસ્તાન-એ-ડ્રામા | હાફ ટિકિટ

ઘરમાં દિવ્યાંગ વ્યક્તિ હોય તો કઈ રીતે દુ:ખને સુખમાં પરિવર્તિત કરી શકાય તે વ્યથાનું સંવેદનશીલ નિરુપણ એટલે નાટક….  હાફ ટિકિટ

ઝેરનો તો પ્રશ્ર્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, શમણું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો…

ખલીલ ધનતેજવીની ખૂબ જાણીતી ગઝલના આ બે શેર મને અતિ પ્રિય છે. આ શેર વાંચી મને ઘણી વાર એવું થાય કે, કોઈ માનસિક રીતે બીમાર હોય અને જ્યારે એ વ્યક્તિ આ દુનિયાની સાથે સામાન્ય વાતચીત દ્વારા કમ્યુનિકેશન નહીં સાધી શકતો/શકતી હોય ત્યારે એને આવું જ કાંઈક અનુભવાતું હશે?

૨૧મી સદી શરૂ થઈ, દુનિયા કમ્પ્યૂટરના ઇશારે દોડતી થઈ, આપણા મોબાઈલ ફોન બ્લેકબેરીમાંથી એપલ બની ગયા, કોરોના જેવા વિકરાળ વાઇરસને આપણે હરાવ્યો, બધા જ ક્ષેત્રમાં ગજબ ક્રાંતિ જોવા મળી, પછી એ કૃષિઉદ્યોગ હોય કે પછી વસ્તુનિર્માણ ઉદ્યોગ, એટલું જ નહીં પણ આજે આપણે ચંદ્ર સુધી પણ પહોંચી ગયા, પણ શું આપણે કોઈ એવી વ્યક્તિના મન સુધી પહોંચી શક્યા છીએ ખરાકે જે પોતાને પૂરતી રીતે વ્યક્ત કરવા અસમર્થ હોય?

નાટકકાર નિમેષ શાહના હાલમાં રી-રિલીઝ થયેલા નાટક ‘હાફ ટિકિટ’ એ મારી સામે આવા પ્રશ્ર્ન ફરી એક વાર ઊભા કરી દીધા.

અનિલ કાકડે લિખિત દિગ્દર્શિત નાટક ’હાફ ટિકિટ’ એ આ પ્રશ્ર્નનો સરળ રીતે આપતો એક સંવેદનશીલ જવાબ છે. અદભૂત અભિનય અને સચોટ લખાણનો સમન્વય એટલે ‘હાફ ટિકિટ’.

નાટકના મુખ્ય નાયક બકુલ ઠક્કરના આટલા વર્ષોના અભિનયનો અનુભવ આ નાટકમાં જોવા મળે છે, એમનું પાત્રરચનામાં કરેલું જીણું, બારીક કોતરકામ સુંદર રીતે દેખાય છે. ટીવી સીરિયલમાં વ્યસ્ત હોવા છતાં સમય કાઢી આવા સુંદર નાટક માટે સમય ફાળવવો એ ખરેખર કાબિલે તારીફ છે. મનીષા વોરા દરેક નાટકમાં જેમ હોય છે એમ એમનું એ કામ લાજવાબ રીતે અને સહજતાથી પાર પાડે છે.

અને આ નાટકનો ત્રીજો અને સોના મહોર જેવો અભિનેતા સૂર્યકાંત ગોવલે. એને અભિનય કરતાં જોઇ મને Living legend નાટકકાર મનોજ શાહની કહેલી એક વાત યાદ આવી ગઈ, એ હંમેશાં એમ કહે, ’Pritesh, a theatre actor should have the body of an athlete and the precision of a surgeon, જો આ બંને વાત એક અભિનેતા ધ્યાનથી સમજે તો એ દરેક રસ, કોઈ પણ પાત્ર અને કોઈ પણ પ્રસંગ બહુ જ સહજતાથી સ્ટેજ પર નિભાવી જશે’ સૂર્યકાંત મનોજ શાહની વાત સમજી અને ઘોળીને પી ગયો હોય એવું લાગ્યું. ગુજરાતી સ્ટેજ પર છેલ્લા દસ વરસમાંનું ઉત્તમ પૈકીનું એક કહી શકાય તેવું પરફોર્મન્સ સૂર્યકાંત ગોવલેએ આપ્યું છે એમ કહી શકાય.

લાઇટ્સ, સેટ્સ, કોસ્ટ્ચ્યુમ, મેકઅપ બધું જ નાટકની કથા પ્રમાણે realistic છે. સંગીત ઉત્તમ છે. નાટકનું રૂપાંતર સરસ અને સરળ છે, પ્રાસંગિક વિનોદ પણ સહજ રીતે નીપજે છે.

પણ આ નાટકની ખરી તાકાત છે આ વિષય, આ ખોજ જે આપણી બધાની છે કે જ્યારે ઘરમાં એક દિવ્યાંગ વ્યક્તિ હોય તો કઈ રીતે જીવન જીવી શકાય અને કઈ રીતે દુ:ખને સુખમાં પરિવર્તિત કરી શકાય, આવો વિષય આટલી રમૂજ સાથે સરળતાથી સ્ટેજ પર દર્શાવવો. એ માટે દિગ્દર્શકને સોમાંથી સો માર્ક મળે છે.

જ્યારે મૂળ નવું ઈન્ટરેસ્ટિંગ ગુજરાતી કોન્ટેન્ટ થિએટર પરથી લુપ્ત થતું જાય છે ત્યારે આવા સુંદર મરાઠી નાટકને ગુજરાતી પ્રેક્ષક સુધી પહોંચાડવા બદલ નિર્માતા સુશીલા શાહ, મલ્લિકા શાહ આવટે અને નિમેષ શાહ પ્રોડક્શનનો ખૂબ ખૂબ આભાર. હાફ ટિકિટ અચૂક જોજો. પૈસા ફૂલ વસૂલ થશે. આવજો…!

——————————————————————————————————

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

#halfticket #gujaratidrama #gujaratiplay #gujaratinatak #natak #cinegujarati #સિનેગુજરાતી

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More