અલ્લુ અર્જુનનું પૂતળું હવે તુસાદ મ્યુઝિયમમાં 

બોલિવૂડ ડાયરી

અલ્લુ અર્જુન હવે તે સેલિબ્રિટીની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમના વેક્સ સ્ટેચ્યુ લંડનના મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ ટૂંક સમયમાં લંડન જવા રવાના થશે. આ પછી તેમના પૂતળા પર કામ શરૂ થશે. માપ આપવાની પ્રક્રિયા 2 દિવસ સુધી ચાલશે. તેલુગુ સિનેમાના ‘સ્ટાઈલિશ સ્ટાર’ તરીકે ઓળખાતા અલ્લુને તાજેતરમાં ‘પુષ્પા’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા મહેશ બાબુનું મીણનું પૂતળું પણ મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ મેળવનારા તે સાઉથનો બીજા એક્ટર બન્યા છે. 25 માર્ચ, 2019 ના રોજ, હૈદરાબાદમાં અભિનેતાની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહેશે તેના હૈદરાબાદ સ્થિત AMB સિનેમા થિયેટરમાં તેનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે અભિનેતાના ઘણા ચાહકો પણ તેની એક ઝલક મેળવવા માટે ત્યાં એકઠા થયા હતા.

અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને તે આ સિદ્ધિ મેળવનારી દક્ષિણની પ્રથમ અભિનેત્રી છે. 2020માં જ્યારે કાજલ તેની પ્રતિમાનું અનાવરણ કરવા સિંગાપોર પહોંચી ત્યારે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કાજલે પણ ‘સિંઘમ’ અને ‘સ્પેશિયલ 26’ જેવી સુપરહિટ ફિલ્મો આપીને બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે.

https://www.instagram.com/p/CxDHayMxnj5/

 

#alluarjun, alluarjun, અલ્લુ અર્જુન, #અલ્લુઅર્જુન #અલ્લુ , #pushpa #pushpa2, અલ્લૂ અર્જુન, #અલ્લૂઅર્જુન #અલ્લૂ

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More