કોકોનટ મોશન દ્વારા રજૂ થયેલ બુશર્ટ T-શર્ટને મળી રહ્યો છે ભવ્ય આવકાર

ફિલ્મ રિવ્યુ
બુશર્ટ T-શર્ટ

કોકોનટ મોશન દ્વારા રજૂ થયેલ
બુશર્ટ T-શર્ટને મળી રહ્યો છે ભવ્ય આવકાર..
Gujaratis cannot get enough of Gujjubhai. ગુજરાતીઓ ગુજ્જુભાઈથી ધરાશે નહિ. સિદ્ધાર્થ રાંદેરિયાની આ નવી ફિલ્મમાં તેઓ જે બોરસદથી બસ્સો રૂપિયા લઈને આવેલા એક યુવાનના ત્રસ્ત બાપના કિરદારમાં છે તે જોતાં તેમના ગુજ્જુભાઈ સીરીઝના નાટકો યાદ આવી જાય. એક ટિપિકલ મિડલ ક્લાસ ગુજરાતી ફેમિલીની વાત છે જ્યાં બાપ અનુભવી અને ઓર્થોડોક્સ છે અને દીકરો જનરેશન ઝેડનો મોજીલો છે. કોકોનટની આ નવી ફેમિલી કોમેડી ફિલ્મના ડાયલોગ ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતે લખ્યા છે અને ડિરેક્ટર છે ઇશાન રાંદેરિયા. વંદના પાઠક પંડ્યા ફેમિલીની એકમાત્ર સ્ત્રીના રોલમાં છે જે બાપ અને દીકરાની ધમાલને વધુ ઉપસાવે છે. સચિન જીગરનું મ્યુઝિક છે અને નિરેન ભટ્ટના લિરિક્સ છે. બાપ-દીકરાના રોલ કોઈ કારણોસર રીવર્સ થાય છે. ટ્રેલરની શરૂઆતનો શોટ બૌદ્ધ મઠમાં સાધુઓનો પહેરવેશ હોય એવા લાલ કપડાધારી સાધુઓનો છે જેના પરથી શું થયું હોઈ શકે તેની ધારણા બાંધી શકાય.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More