ફિલ્મ અભિનેતા ચંદન રાઠોડ દેખાશે હોલિવૂડની વેબસિરિઝમાં…!

સિને ગુજરાતી સ્પેશિયલ

ફિલ્મ અભિનેતા ચંદન રાઠોડ દેખાશે હોલિવૂડની વેબસિરિઝમાં…!

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને લોકલાડીલા અભિનેતા ચંદન રાઠોડ હાલ અમેરિકા છે અને હોલિવૂડ ડિરેક્ટર સાથે વેબસિરીઝમાં કામ કરવાની તક મળી છે.

ચંદન રાઠોડે સિને ગુજરાતીને માહિતી આપતાં જણાવ્યું કે,‘મને હાલમાં જ એક એક્ટર તરીકે અમેરિકાના કેલિફોર્નિયા ખાતેના પ્રખ્યાત યુનિવર્સલ સ્ટુડિયો, હોલિવૂડની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો જે મારા માટે ફાયદાકારક સાબિત થયો. હોલિવૂડ ડિરેક્ટર ટોમ ફિન સાથે મારી મુલાકાત થઈ અને તેમની કોમેડી વેબસિરીઝમાં મને કામ કરવાનો મોકો મળ્યો છે જે મારા માટે અને આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ૯૫ જેટલી ગુજરાતી ફિલ્મો, ૩ ભોજપુરી ફિલ્મો, હિન્દી ટીવી સિરિયલ્સ કરી ચૂકેલ ચંદન રાઠોડ એક ઉત્તમ એકટર-ડાન્સર છે. તેમના ૧૦૦થી વધારે મ્યૂઝિક આલબમ્સે તેમના પ્રશંસકોમાં અભૂતપૂર્વ ચાહના મેળવી છે.  તેમની લોકપ્રિય ફિલ્મોમાં પ્રીતના સોગંદ, ખમ્મા મારા લાલ, પ્રાણ જાયે પર પ્રીત ના જાયે, મહીસાગરના સોંગદ, ઈન્સ્પેક્ટર અર્જુન, સાચુ સુખ ગુજરાતમાં વગેરે છે. તેઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લેખક-દિગ્દર્શક કેશવ રાઠોડના દીકરા છે અને પોતાની આગવી પ્રતિભાથી કલાક્ષેત્રમાં નામના મેળવી રહ્યાં છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More