ગુજરાતી ફિલ્મ રિવ્યુ : ચાર ફેરાનું ચકડોળ

ફિલ્મ રિવ્યુ
Cine Gujarati | સિને ગુજરાતી | ચાર ફેરાનું ચકડોળ

ચેતનસિંહ ચૌહાણ 

સિને ગુજરાતી રેટિંગ : ***

ચાર ફેરાનું ચકડોળ … એક સારી કોમેડી અને એક સરસ સામાજિક મેસેજ આપતી સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ છે.
આપણે ચર્ચા કરીશું કે ‘ચાર ફેરાનું ચકડોળ’ મૂવી થિએટરમાં જોવા જેવી છે કે નહીં….

ફિલ્મમાં Sense of Humour વાળી કોમેડી છે, જે તમને ખૂબ હસાવસે, મોજ પાડી દેશે.

સ્ટારકાસ્ટ :
ફિલ્મના મુખ્ય કલાકારો છે, સંજય ગોરડીયા, સ્મિત પંડ્યા, દિશા ઉપાધ્યાય, હિના વર્દે, અને ભાવિની ગાંધી

પ્રોડ્યુસર
ફિલ્મની ચાર પ્રોડ્યુસર્સ છે અને બધી જ મહિલાઓ છે.
રાજશ્રી કોઠારી, પલક ગુપ્તા, ખુશાલી શાહ અને બંસરી પારેખ

ડિરેક્ટર : નિશિથ બ્રહ્મભટ્ટ

મ્યૂઝિક ડિરેક્ટર : મૌલિક મહેતા

સ્ટોરી :
સ્ટોરીની વાત કરી તો એક સામાન્ય વ્યક્તિ છે મૂકેશ જે પોતાની પહોંચ હોય ત્યાં સુધી ખર્ચ કરવામાં માને છે. આ સામાન્ય વ્યક્તિ મુકેશનું પાત્ર સંજય ગોરડીયાએ ભજવ્યું છે. પરંતુ મૂકેશની પત્ની નીતા ભાંભાણીની ઈચ્છા અને સપના બહુજ ઊંચા છે. નીતા ભાંબાણી એટલે કે દિશા ઉપાધ્યાય. નીતાને દેખાડો એટલે કે શો ઓફ કરવાનું ખૂબ ગમે છે.
બસ મારી આટલી વાત ઉપરથી તમે સમજી ગયા હશો કે આ ફિલ્મની સ્ટોરી ક્યાં જશે.
ચાલો હિન્ટ આપી દઉં, શું તમે બોલીવુડની શ્રીદેવી, અનિલ કપૂર, અને ઊર્મિલા માતોંડકરની જુદાઈ ફિલ્મ જોઈ છે?

ઇન્ટરવલ પછી, તમને આવું લગસે કે ‘ચાર ફેરનું ચકડોળ’ અને જુદાઈ એક જ છે.

અભિનય :
સ્મિત પંડયા અને દિશા ઉપાધ્યાયની અક્ટિંગ ખૂબ સરસ છે. સ્મિત પંડયા જ્યારે જ્યારે સ્ક્રીન પર આવશે ત્યારે ત્યારે તમને જબ્બર હસાવે છે. એક્ચ્યુઅલી, સ્મિત પંડયા is hero of the film. Scene ખાઈ જાય છે He is just excellent.દિશા ઉપાધ્યાયના કોઈ પણ સિન હોય, ઇમોશનલ હોય કે કોમેડી હોય કે ગુસ્સાવાળા ડાયલોગ્સ હોય, તેનો અભિનય લાજવાબ છે. સંજય ગોરડીયા હંમેશની જેમ એવરગ્રીન છે.આ સિવાય બીજા કલાકારોએ પણ સારી એક્ટિંગ કરી છે, માટે એક્ટિંગનો કોઈ વાંક કાઢવો મુશ્કેલ છે..

ડિરેક્શન :
ફિલ્મનું ડિરેક્શન થોડું મને ઠીક લાગ્યું, અમુક સિન્સ મને જરૂરિયાત કરતાં વધારે લાંબા લાગ્યા.

બેકગ્રાઉન્ડ મ્યૂઝિક :
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આપ્યું છે મૌલિક મહેતાએ… સાચું કહું તો બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આ ફિલ્મનો એક માઇનસ પોઈન્ટ છે,
સિન્સ પ્રમાણે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક નથી અને આના કારણે ફિલ્મમાં અમુક સિન્સ બહુજ લાંબા અને બોરિંગ લાગે છે..

ફિલ્મમાં બસ એક જ સોંગ છે, જે સ્ટાર્ટિંગમાં જ આવે છે, એટલે ફિલ્મની કન્ટીન્યુટી જળવાઈ રહે છે..

નેગેટિવ પોઇન્ટ્સ:
૧. ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી બોરિંગ અને લાંબી લાગી, કારણ કે મેં, હિન્દી ફિલ્મ જુદાઈ જોઈ છે. ઇન્ટરવલ પછી ફિલ્મની સ્ટોરી કાંઈખ અલગ હોત તો ફિલ્મ બહુ જ ઈન્ટ્રેસ્ટિંગ અને વધુ સારી બનતી.

૨. ફિલ્મની લંબાઈ લગભગ ૨.૫ કલાકની છે, જે લાંબી છે, ખાસ કરીને ઇન્ટરવલ પછીના અમમૂક સિન્સ જેવા કે મૂકેશના બેસણા વખતના સિન્સ જરૂરિયાત કરતાં લાંબા ખેંચ્યા છે.

૩. ફિલ્મ માં અમુક સિન્સની ડાયલોગ ડિલીવરીમાં એવું લાગ્યું કે હું ફિલ્મ નહીં, નાટક જોઈ રહ્યો છું. ડાયલોગ ડિલીવરી એટલી બધી સ્લો છે. (સમાજદાર કો ઈશારા કાફી હૈ).

૪. નબળું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક, સોરી…

પોઝિટીવ પોઈન્ટસ :
૧. ખૂબ જ ઉત્કૃષ્ટ sense of humor વાળી કોમેડી છે.
૨. સ્મિત પંડ્યા અને બીજા તમામ કલાકારોનો અભિનય લાજવાબ છે.
૩. સ્મિત પંડ્યા અને દિશા ઉપાધ્યાયનું કોમેડી ટાઈમીંગ ગજબનું છે.

સિને ગુજરાતી રિવ્યુ : જો તમે આખી ફિલ્મનો સારાંશ નીકાળો તો ફિલ્મમાં એક ખૂબ સરસ મેસેજ છે, જેને જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. કોમેડી ફિલ્મ છે અને સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે.

મારા તરફથી ’ચાર ફેરાના ચકડોળ’ ફિલ્મને ૫ માંથી ૩ સ્ટાર એટલે કે ફિલ્મ થિયેટરમાં જોવા જેવી છે.

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

char fera nu chakdol, #charferanuchakdol #sanjaygoradia #smitpandya #dishaupadhyay #gujaratifilm #guajratimovie #gujaraticinema #filmreview #guajratifilmreview

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More