હીરો બદલાયા પણ વિલન તો ફિરોઝ ઈરાની જ…

ઈન્ટરવ્યુ
ફિરોઝ ઈરાની
Cine Gujarati | સિને ગુજરાતી | ફિરોઝ ઈરાની

ગુજરાતી ફિલ્મોના વિલન ‘ફિરોઝ ઈરાની’ સાથે ખાસ મુલાકાત

ફિરોઝ ઈરાની નામ પડે એટલે સ્ક્રીન પર પડતી વિલનની એન્ટ્રી યાદ આવે. આજે પણ ફિરોઝભાઈ ભલભલાને પાછા પાડી દે એવા વિલનના રોલ ભજવે છે.. જો કે હવે તે અલગ -અલગ રોલમાં પણ જોવા મળે છે.. અને લોકોને હસાવે છે તો લોકોને રડાવે પણ છે તેવા મલ્ટિ રોલ ભજવે છે.. તેમણે પહેલાના સમયના ફિલ્મની યાદ કરીને કહ્યું હતું કે પહેલાં તેમને શૂટિંગના સેટ પર સ્ક્રિપ્ટ પણ નહોતી મળતી.. તો ડિરેક્ટર તેમને કહેતા કે વિલનના રોલમાં તમે તમારી જાતે જ બોલી દેજો અને એવી ઘણી ફિલ્મ ફિરોઝભાઈએ કરી છે..આવી જ કેટલીક રસપ્રદ વાતો તેમણે કરી છે.. ફિરોઝભાઈ રીયલ લાઈફમાં કેવા છે તે જાણીશું…

કેમ વિલનથી જ કરી કરિયરની શરૂઆત ?
૭૦ના દાયકામાં ફિરોઝભાઈને હીરો તરીકે ફિલ્મ કરવાની ઓફર આવી હતી પણ જાણે કે તેમના પિતાજીએ તેમનું નસીબ ભાખી લીધું હતું.. તેમના પિતાએ કહ્યું હતું કે અત્યારે તારો જેવો ગુસ્સો છે રુઆબ છે તે આગળ વિલનના રોલમાં ચાલીશ.. અને તેમના પિતાની વાત માનીને તેમણે વિલનના રોલ શરૂ કર્યા અને એક સમય એવો આવ્યો કે જયારે તેમનું નામ પડે એટલે તેમના વિલનના અલગ અલગ કિરદારો આંખો સમક્ષ આવી જાય.

firoz irani

બાળપણનો બહેન અરુણા ઈરાની સાથેનો કિસ્સો પણ તેમણે વર્ણવ્યો..
તેમણે તેમની બહેન અરુણા ઈરાની સાથેનો બાળપણની મસ્તીનો એક કિસ્સો સઘેર કર્યો હતો.. જેમાં તેમણે કહ્યું હતું કે અમે નાના હતા ત્યારે અમે બાલ્કનીમાં ઉભા રહીને આવતી-જતી કાર જોતા અને એમાંથી નક્કી કરતા કે આ કાર મારી – આ કાર તારી.. એ વખતે આવી મસ્તી કરવાની ઘણી મજા આવતી..

ફિરોઝ ઈરાનીનું ડેબ્યૂ કેવું રહ્યું હતું
આ જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જયારે ૮ વર્ષના હતા ત્યારે તેમણે પિતાજીના જ એક નાટકમાં ડેબ્યૂ કર્યું હતું.. તેમણે સાઇકલ ચલાવીને સ્ટેજ પર આવવાનું હતું અને ડાયલોગ બોલવાનો હતો, પણ તે સાઇકલ ચલાવીને સ્ટેજ પર તો જાય છે પણ અચાનક તેઓ પાછા વળી જાય છે.. ત્યાં રહેલી ઓડિયન્સથી તેઓ ગભરાઈ જાય છે અને ડાયલોગ ભૂલી જાય છે.. , પણ પછી એ નાટક ઘણું સારું રહ્યું હતું અને તેમણે એક્ટ પણ કર્યું હતું.

ફિરોઝભાઈ હવે વિલનના રોલમાં ક્યારે જોવા મળશે ? તેમનો ડ્રિમ રોલ શું છે જાણો..
હું પણ આ રોલનો વેઇટ કરી રહ્યો છું..મને કોમેડી વિલન રોલ ભજવવાની મજા આવે છે. મારે એક એવો રોલ કરવો છે જે કમ્પ્લીટ પોઝિટિવ હોય. છેક સુધી પોઝિટિવ રોલ બાદ એન્ડમાં તેનો નેગેટિવ રોલ રીવીલ થાય એવું પાત્ર મારે ભજવવું છે..

firoz irani

તમે રીયલ લાઈફમાં કેવા છો?
હું ભલે વધારે વિલનના રોલ ભજવું પણ રીયલ લાઈફમાં હું ધાર્મિક છું અને હું બધા જ ધર્મોનું રિસ્પેક્ટ કરું છું. હું માનું છું કે બધા ધર્મો એ અલગ અલગ નદીઓ છે જે છેલ્લે એક સફરમાં જઈને ભળે છે.

રીયલ લાઈફમાં લોકોનો રોષનો ભોગ બન્યા છે ફિરોઝભાઈ
એક વખતે ફિલ્મના પ્રમોશનમાં એક બા સામેથી લાકડી લઈને આવી રહ્યા હતા એ જોઈને મને લાગ્યું કે આજે તો મારું આવી જ બન્યું.. એ બા સ્ટેજ પર આવ્યા અને મને કહે કે “આમ બહેન દીકરીઓની ચૂંદડીમાં હાથ કેમ નાખે છે” અને આવું કહીને બહુ ગુસ્સે ભરાયા.. મેં બાને શાંત પાડ્યા અને કહ્યું કે જો હું આવું ન કરું તો તમને હીરો અને હીરોઈન પર કેવી રીતે દયા આવે.. તો બા કહે એ વાત સાચી.. અને પછી તો બા પણ સમજી ગયા અને અમે સાથે ચા પણ પીધી.

Read More Interviews & Interesting Articles on
Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

 

#firozirani #gujaratifilm #villan #cinegujarati firoz irani cine gujarati #ફિરોઝઈરાની #સિને ગુજરાતી

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More