બોલિવૂડ ડાયરી

ફિલ્મ ‘ગદર 2’ રીલિઝ થયાને 40 દિવસ થઈ ગયા છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 40 દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર ટકી રહી છે. વિવેચકો અને પ્રેક્ષકો તરફથી યોગ્ય સમીક્ષાઓ હોવા છતાં, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે આ ફિલ્મ ઓટીટીને ટક્કર આપવા માટે તૈયાર છે. આ ફિલ્મના ગીત પણ સુપરહિટ પુરવાર થયા છે. સન્નીપાજીની એક્ટિંગ અને ઈન્ડિયા પાક.ની થીમ જોઈને દર્શકો ખુશ થઈ ગયા છે.

આ પ્લેટફોર્મ પર રીલિઝ થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ના OTT રાઇટ્સ ZEE5 પાસે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ZEE5 આ ફિલ્મને OTT પર આવતા મહિનાની 6 તારીખે રિલીઝ કરશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ફિલ્મ ‘જવાન’ની છપ્પરફાળ કમાણી પછી પણ ‘ગદર 2’ હજુ પણ બોક્સ ઓફિસ પર ટકી રહી છે. જ્યાં ‘જવાન’એ મંગળવારે 13 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રારંભિક અહેવાલ મુજબ, ‘ગદર 2’ એ 0.45 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 520.80 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

મોટા પ્રોજેક્ટમાં જોડાઈ શકે
‘ગદર 2’ 2001માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે. ‘ગદર 2’ની સફળતા બાદ અનિલ શર્મા હવે ‘ગદર 3’ની તૈયારી કરી રહ્યા છે. જોકે, નવી ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા લીડ રોડમાં હોઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર રીપોર્ટ સામે આવ્યા નથી. આ પછી સન્ની બીજા કોઈ મોટા પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે.

gadar 2, gadar2, gadar2 on ott, #gadar2, #gadar-2, #sunny  sunny deol, #sunnydeol #ગદર2 #ગદર-2, ગદર 2, ગદર

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More