ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ એ ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ’નો એવોર્ડ જીત્યો

સિને ગુજરાતી સ્પેશિયલ
પ્રવાસ

Cine Gujarati | સિને ગુજરાતી

સ્કૂલ માંથી પ્રવાસે અમદાવાદ જવાનું આયોજન થાય છે પણ ટીનો કે જે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે તેની પાસે પ્રવાસના ૮૦૦ રૂૂપિયા નથી. અને તેના માટે તે તેના માતા-પિતાની પરિસ્થિતિને સમજે છે અને કઈ કહી શકતો નથી.. આ ફિલ્મમાં વિશાલ ઠક્કરે એ બાળકનું પાત્ર બખૂબી નિભાવ્યું છે.. પ્રવાસ ફિલ્મ જેનેજય પંડ્યા અને રાકેશ શાહએ પ્રોડ્યુસ કરી છે..આ ફિલ્મ સ્કોરવીન અને આર,શાહ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બની છે ..જેના મલિક જય પંડ્યા છે . તો આ ફિલ્મ વિપુલ શર્માએ ડિરેકટ કરી છે એકે જે ગુજરાતી સિનેમામાં પ્રભાવશાળી દિગ્દર્શક, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા છે..

પ્રવાસ

પ્રવાસ

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો અને ગુજરાતી સિનેમા જગતમાં કંઈક નવું કરવાનો શ્રેય તેમને જાય છે. અને તેમના આવા જ કામ માટે તેમને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા પ્રવાસ એક એવી ગુજરાતી ફિલ્મ કે જેને ડંકો વગાડયો છે.. એક તરફ અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ જે ડિસેમ્બર ૨૦૨૩માં યોજાયો હતો જેમાં વિશાલ ઠક્કરને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. .તો બીજી તરફ આ ફિલ્મને મુંબઈમાં ઇન્ડિયન પેનોરમા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ પણ એનાયત થયો છે..તો સૌથી વધારે ગૌરવની વાત એ છે કે પ્રવાસ ફિલ્મને બાંગ્લાદેશમાં ૨૨માં ઢાંકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪માં એવોર્ડ આપ્યો છે.આ એવોર્ડ ફંક્શનમાં ઇરાનિયન ફિલ્મ મેકર માજિદ મજીદી ઉપસ્થિત રહ્યા હતા. તો અભિનેત્રી શર્મિલા ટાગોર પણ હાજર રહ્યા હતા..આ ફિલ્મે ૨૦૨૩ માં ઇટાલીમાં રોબિન્સન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વધુ એક એવોર્ડ મેળવ્યો છે.જે ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

 

પ્રવાસ,  ગુજરાતી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ પ્રવાસ, pravas, pravas gujarati film, pravas gujarati movie, children film, best children film, international film festival

#pravas #pravasgujaratimovie #pravasgujaratifilm #gujaratimovie #gujaratifilm #gujaraticinema #bestchildrenfilm #childrenfilm #filmaward #internationalfilmfestival #cinegujarati

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More