કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2023ના પરિણામ જાહેર

આર્ટિકલ્સ

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2023ના પરિણામ જાહેર

ધીરે ધીરે સમયના અંધારામાં લુપ્ત થતી જતી ગુજરાતી ભાષાને પ્રજવલિત રાખવા માટે ગુજરાતી તખ્તાના દિગ્ગજો દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસોમાંનો એક “કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2023”ના પરિણામ પહેલી સપ્ટેમ્બર, 2023 ના રોજ જાહેર થયા. આ વર્ષે દેશ અને દુનિયામાંથી 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

એકોક્તિ, એ નાટ્ય કલાનું ખૂબ જ મુશ્કેલ માધ્યમ છે, કારણ કે તેમાં તમારે એકલાએ જ પ્રેક્ષકો સામે તમારી અભિનય ક્ષમતાનો પરિચય આપવાનો હોય છે. એટલે એમ કહી શકાય કે જો તમે એકોક્તિ દ્વારા દર્શકોના દિલ જીતી લીધા તો એક ફુલ-લેન્થ નાટકમાં તો તમે જરૂરથી કમાલ કરી જશો.

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાને ગયા વર્ષની જેમ જ ઉમદા પ્રતિસાદ મળ્યો હતો. કોને ઈનામ આપવું અને કોને નહિ એ નક્કી કરવું જ્યુરી માટે અઘરુ થઈ પડ્યું હતું. કમલેશ મોતાના પત્ની અપરામી મોતા બધા સ્પર્ધકોનો આભાર વ્યક્ત કરતા કહે છે, ‘’ગત વર્ષની જેમ આ વર્ષે પણ કમલેશની વર્ષગાંઠ પર સ્પર્ધાના પરિણામો જાહેર થયા. આ સ્પર્ધાના માધ્યમથી આટલા બધા લોકો રંગમંચ સાથે જોડાઈ રહ્યા છે એ જોઈ બહુ જ આનંદ અને ગર્વ થાય છે. કમલેશ, ઉભરતા કલાકારોને એમની પ્રતિભા દેખાડવા માટે એક મંચ મળી રહે એ માટે નિરંતર પ્રયત્નશીલ રહેતા હતા. ગુજરાતી ભાષા અને રંગમંચને આગળ લઈ જવાના અમારા પ્રયાસમા લોકોનો આવો ઉમદા પ્રતિસાદ મળ્યો એ જોઈને ખૂબ આનંદ થયો.’’

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાનો ગુજરાતી ભાષા અને ગુજરાતી રંગમંચ ને જીવંત રાખવામાં કેટલો મહત્વનો ફાળો છે તે અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ગ્રુપ 4ના પ્રથમ પારિતોષિક વિજેતા શ્રીમતી દીપલ પંડ્યા ખૂબ સરસ રીતે સમજાવે છે. “મારી આ એકોક્તિ, શ્રી કમલેશ મોતાના ગુજરાતી રંગભૂમિ પ્રત્યેના નિસ્વાર્થ સમર્પણ બદલ તેમનો આભાર વ્યક્ત કરવાનો પ્રયાસ છે. આ સ્પર્ધામાં ભાગ લઈને, હજારો માઈલ દૂર રહીને પણ, ગુજરાતી રંગભૂમિ સાથે જોડાઈ રહેવાનો આનંદ મળે છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને અમેરિકામાં રહીને પણ અમે ઘરમાં ગુજરાતી જ બોલીએ છીએ. આ સ્પર્ધામાં ઘણા બધા યુવા સ્પર્ધકોએ ભાગ લીધો એટલે લાગે છે કે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ હજુ કાયમ છે અને રહેશે.’’

આ સ્પર્ધાનું મહત્વ, સાર, તત્વ અને સત્વ વિશે મુંબઈથી ગ્રુપ4ના તૃતિય પારિતોષિક વિજેતા શ્રીમતી કિરણબેન બુચે બહુ સરસ રીતે આલેખન કર્યું છે. તેઓ કહે છે : “આકડે મધ એવી કહેવત આપણે ઓછા પ્રયાસે મળતી મૂલ્યવાન વસ્તુ માટે વાપરતા હોઈએ છીએ. કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજીટલ ગુજરાતી એકોકિત સ્પર્ધા એનું ઉદાહરણ છે. ઘર આંગણે, હાથવગા મોબાઈલની મદદથી આપણી પ્રતિભાનો પરિચય એટલી સહેલાઇ થી જગત સામે રજૂ કરી શકીએ તેથી રૂડું શું? વળી, ઉમર, સ્ટેટસ કે બીજા કોઈ ભેદભાવ વગર અભિનય ક્ષેત્રના દિગ્ગજોની નજર નીચેથી પસાર થવાની તક આપણી કૃતિને મળે તે સદનસીબ. આવાં ગુડલક ની ગિફ્ટ આપવા બદલ હું એ સ્પર્ધાના આયોજકોની ખૂબ આભારી છું.”

 

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય એકોક્તિ સ્પર્ધા 2023ના વિજેતાઓની યાદી નીચે પ્રમાણે છે.

ગ્રુપ 1 – 7 થી 15 વર્ષ

ભાવિન નાગેશ અલાભાઈ                    જામનગર, ગુજરાત                             પ્રથમ વિજેતા

યશી વણઝારા                                     મુંબઈ, મહારાષ્ટ્ર                                  દ્રિતિય વિજેતા

પ્રિયાંશી વિશાલ શાહ                           અમદાવાદ, ગુજરાત                            તૃતિય વિજેતા

 

ગ્રુપ 2 – 16 થી 32 વર્ષ

દેવ જોશી                                  મુંબઈ, મહારાષ્ટ્ર               પ્રથમ વિજેતા

ધ્રુવી દિનેશભાઈ સોની                     ખેરાલુ, ગુજરાત                દ્વિતિય વિજેતા

પ્રિયાંક સુરેશભાઈ ભટ્ટ                      ધસા, ગુજરાત                  તૃતિય વિજેતા

 

ગ્રુપ 3 – 33 થી 50 વર્ષ

દક્ષા દિલિપભાઈ પરમાર              વડોદરા, ગુજરાત              પ્રથમ વિજેતા

કલ્પેશકુમાર દલપતલાલ રાજગોર    મુંબઈ, મહારાષ્ટ્ર               દ્વિતિય વિજેતા

નેઓમી મેહુલ પંડ્યા                   સુરત, ગુજરાત                 તૃતિય વિજેતા

 

 

ગ્રુપ 4 – 51 વર્ષ થી ઉપર

દીપલ સમીર પંડ્યા                    કેલિફોર્નિયા USA               પ્રથમ વિજેતા

રાજેશ ચંદ્રકાંત નાયક                  અમદાવાદ, ગુજરાત           દ્રિતિય વિજેતા

કિરણ ધ્રુપદ બુચ                       મુંબઈ, મહારાષ્ટ્ર               તૃતિય વિજેતા

 #kamleshmota #kamleshmotacompetition #mumbaidrama #mumbaidramacompetition #playcompetition #mumbai #gujaratinatak 

       

કિરણ બુચ_ગ્રુપ 4ના તૃતીય વિજેતા
દીપલ પંડ્યા_ગ્રુપ 4ના પ્રથમ વિજેતા

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More