જે ક્યારેય નથી જોવા મળ્યા એ જોવા મળશે કપિલ શર્મા શૉમાં..!!!

બોલિવૂડ ડાયરી
કપિલ શર્મા
સિને ગુજરાતી 

કોમેડિયન કપિલ શર્મા કમબેક કરવા માટે તૈયાર છે. તે ફરી એકવાર પોતાના શો સાથે કમબેક કરી રહ્યો છે. હા, પરંતુ આ વખતે તેનો શો ટીવી પર નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થશે. આ સાથે અમે તમને આ શોમાં આવનાર પ્રથમ ગેસ્ટનું નામ પણ જણાવીએ છીએ. રિપોર્ટ અનુસાર, આમિર ખાન ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના પહેલા એપિસોડમાં જોવા મળશે. શોની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, આમિર ખાન આજ સુધી ક્યારેય કપિલ શર્માના શોમાં આવ્યો નથી. આ પહેલીવાર હશે જ્યારે તે કપિલના શોમાં જોવા મળશે.

શું એડ શીરીન પણ હાજરી આપશે?
તાજેતરમાં અંગ્રેજી ગાયક-ગીતકાર એડ શીરીન ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત પ્રવાસ દરમિયાન તે કપિલ શર્માને પણ મળ્યા હતો. જ્યારથી કપિલે એડ શીરન સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, ત્યારથી લોકોને એવું લાગી રહ્યું છે કે એડ શીરાન ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જોવા મળશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ 30 માર્ચથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થશે. શોનો નવો એપિસોડ દર શનિવારે આવશે. આ વખતે કપિલ શર્માની સાથે કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, અર્ચના પુરણ સિંહ અને સુનીલ ગ્રોવર પણ શોમાં જોવા મળશે.

આ સિવાય શૉમાં આ વખતે નવી કોમેડી પણ જોવા મળશે. આ વખતે શૉનું સેટઅપ પણ થોડું અલગ રહેવાનું છે. જેનો માત્ર અત્યાર સુધીનો એક પ્રોમો સામે આવ્યો છે. જોકે, થીમ શું રહેશે અને કેવી રીતે આખી સાયકલ શૉની દોડશે એ અંગે કોઈ વિગતવાર અપડેટ્સ મળી નથી. પણ અગાઉના શૉ કરતા આ સેટઅપ થોડું અલગ રહેવાનું છે.

Kapil Sharma Show, Netflix, Cine Guajrati,

#kapilsharma #netflix #cinegujarati #comedy #comedyshow #laughtershow #ott

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More