સિને ગુજરાતી |
ક્રુ ફિલ્મથી ફરી ઓન સ્ક્રિન થયેલી કરીના કપૂરે પોતાના દિલની વાત કહી છે. આમ પણ બેબો જે ફીલ કરે છે એ કહે છે, પણ આ વખતે તેમણે બોલિવૂડની લવ સ્ટોરીને લઈને વાત કરી દીધી છે. કરીના કપૂરે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેત્રીની ફિલ્મ ‘જબ વી મેટ’ હજુ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં કરીના ‘ગીત’ના રોલમાં જોવા મળી હતી. કરીના કહે છે, ‘જુઓ, ‘જબ વી મેટ’ જેવી ફિલ્મો વારંવાર બનતી નથી. આજે પણ દર્શકોને ‘ગીત’ યાદ છે. ‘ગીત’ દિલથી વિચારતી. એ પાત્ર સોશિયલ મીડિયાના યુગ પહેલાનું છે.
સોશિયલ મીડિયાએ બધું બદલી નાખ્યું
કરીનાએ કહ્યું, ‘ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો તેમના મગજથી વિચારે છે. આજના યુગ પહેલા ‘ગીત’ એક છોકરી હતી. જેન તેના મગજથી વિચારે છે અને તે સાચું પણ છે. સાચું કહું તો મને ખૂબ સારું લાગે છે કે દર્શકોને હજુ પણ ‘જબ વી મેટ’ના ડાયલોગ્સ યાદ છે. કોઈપણ કલાકાર માટે આ સૌથી મોટી વાત છે. બોલિવૂડમાં લવસ્ટોરી કેમ નથી બની રહી? એ અંગે પણ વાતચીત કરી હતી. કરીના કપૂર આગામી દિવસોમાં તબ્બુ અને કૃતિ સેનન સાથે ‘ક્રુ’માં જોવા મળવાની છે. આ એક કોમેડી ફિલ્મ છે. બોલિવૂડના જૂના દિવસોને યાદ કરતાં કરીના કહે છે, ‘લોકો હવે લવ સ્ટોરી કેમ નથી બનાવતા? હું શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મોને મિસ કરું છું. પ્રેમ કહાની વાળી ફિલ્મો ન જાણે ક્યાં ખોવાઈ ગઈ.
બોલિવૂડમાંથી લવ સ્ટોરી પર તૈયાર થનારી ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી નથી. જોકે, દેશભક્તિ અને સમાજને સ્પર્શતા વિષયોને લઈને ઘણી ફિલ્મો આવી છે. તો કોમેડી ફિલ્મોની ટકાવારી પણ ઘટી રહી છે. સિનિયર એકટરના મોઢે સાંભળેલી વાત છે કે, ખરા અર્થમાં કોમેડી કરવી ઘણી અઘરી છે.
Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats
1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) Pinterest : https://in.pinterest.com/cinegujarati/