સિને ગુજરાતી સ્પેશિયલ
કસુંબો
Cine Gujarati | સિને ગુજરાતી

શત્રુંજયની રક્ષા માટે અપાયેલા બલિદાનની વાત એટલે
ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’

જૈન સમાજ માટે શત્રુંજય તીર્થ સ્થાનનું એક અનેરું મહત્ત્વ છે. આ વિષયને અનુરૂૂપ એક ઐતિહાસિક અને સુંદર ગુજરાતી ફિલ્મ લઇને આવ્યા છે ગુજરાતી ફિલ્મોના જાણીતા સર્જક વિજયગિરિ બાવા, જે શત્રુંજયની રક્ષા કાજે બારોટ સમાજે આપેલા બલિદાનની ગાથા કહે છે. ઉલ્લેખનીય છે કે ઇ.સ.ની ૧૩મી સદીમાં એક વિધર્મી બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીએ આ શત્રુંજય પર ભયાનક આક્રમણ કર્યું હતું. ત્યારે તેની રક્ષા કરવા માટે દાદુ બારોટ નામના યુવક સહિત અન્ય લોકો બાદશાહ વિરુદ્ધ જંગે ચઢ્યા હતા. એટલું જ નહીં પોતાના પ્રાણની આહુતિ આપી પણ જીનાલયોની કાંગરી પણ ખરવા દીધી ન હતી. આ સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ એટલે.. કસુંબો. ફિલ્મમાં બારોટ સમાજની શોર્યગાથા રજૂ કરવામાં આવી હોવાથી તેનું નામ કસુંબો રાખવામાં આવ્યું છે..જેનો અર્થ થાય છે..શૌર્ય. ઉલ્લેખનીય છે કે દશેરાના દિવસે ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પહેલી વાર ડ્રોન ટેક્ધોલોજિનો ઉપયોગ કરી ફિલ્મનું ટાઇટલ કસુંબો રીલિઝ કરવામાં આવ્યું હતું.

ફિલ્મના સર્જક વિજયગિરિ બાવા.. જેમની ૨૧મું ટિફિન, મહોતું જેવી અનેક ફિલ્મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન પામી ચૂકી છે.. કસુંબો પણ એવી જ એક હટકે ફિલ્મ છે. લાખોના ખર્ચે બનેલી આ ફિલ્મમાં સૌથી વધુ કલાકારોએ કામ કર્યું છે. અમદાવાદ બહાર સોળ વીઘા જમીન પર બનાવાયેલા ભવ્ય સેટ પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. મુંબઇના ૪૦૦થી વધુ કારીગરોએ મહિનાઓની મહેનત કરી આ સેટ બનાવ્યો હતો. ૧૩મી સદીની આસપાસની વાત રજૂ કરતી આ ફિલ્મની સ્ક્રીપ્ટ રામ મોરી તેમજ વિજયગિરિ બાવાએ લખી છે જ્યારે તેના પ્રોડ્યુસર છે ટવિંકલ બાવા. ફિલ્મની કથા લેવાઇ છે જાણીતા લેખક વિજયકુમાર ધામીના પુસ્તક અમર બલિદાન પરથી. ગુજરાતનો ગૌરવ આલેખતી વાતોથી નવી પેઢી વંચિત ન રહી જાય તે માટે સામા પ્રવાહે તરીને મોટા પડદે આ કથા આલેખવાનો પ્રયત્ન કરનાર ફિલ્મના ડિરેક્ટર વિજયગિરિ કહે છે કે, પોતાની ધરોહરને બચાવનાર અને શહીદી વહોરનાર શૂરવીરોને આ ફિલ્મ દ્વારા અમે શૌર્યાંજલિ આપી છે. અમારી આ ફિલ્મ, આ શૌર્યગાથા તમામ લોકો સુધી પહોંચે એવી અભિલાષા છે. ફિલ્મમાં દાદુ બારોટનો રોલ નિભાવ્યો છે ધર્મેન્દ્ર ગોહિલે જ્યારે અલ્લાઉદ્દીન ખીલજી તરીકે દર્શન પંડયાએ અદૂભૂત અભિનય કર્યો છે. તો વિસા સુજનના રોલમાં છે ફિરોઝ ઇરાની. આ ઉપરાંત ચેતન ધાનાણી, રૌનક કામદાર, હેતલ બારોટ સહિતના ઘણાં કલાકારોએ આ ફિલ્મમાં અભિનયના કામણ પાથર્યા છે. નોંધનીય છે કે, આગામી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ એટલે કે આજે રીલિઝ થનારી આ ઐતિહાસિક ફિલ્મ ગુજરાતી સાથે હિન્દીમાં પણ રજૂ કરવામાં આવનાર છે.

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

#kasumbo #gujaratimovie #vijaygiribava #kasumbofilm #kasumbotrailer #kasumboteaser #kasumbosong #kasumboposter #guajratifilm

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More