‘ડર કા માહોલ’ સર્જનારી ભયાનક હોરર ફિલ્મો !

આર્ટિકલ્સ
હોરર ફિલ્મો

જ્યોતિન પંડયા |

Cine Gujarati | સિને ગુજરાતી

એવી હોરર ફિલ્મો જેને જોઈને ઊંઘ નહીં આવે !!!

“તેરી આંખે ભુલ ભુલૈયા બાતે હૈ ભૂલભૂલૈયા” 

“ગુમ નામે કોઈ બદનામ હે કોઈ”

     ગીતો ને સાંભળતા જ આપણા માનસપટ ઉપર આ ફિલ્મના દ્રશ્યો અંકિત થઈ જાય છે. એમાં પણ આપણે પહેલા ગીતથી તો વાકેફ જ છીએ. તે ફિલ્મ ભૂલભૂલૈયા નું છે. જે 2007માં પ્રદર્શિત થયું હતું. પણ બીજું ગીત ફિલ્મ ગુમનામનું છે. જે 1965 માં પ્રદર્શિત થયું હતું. આ બે ફિલ્મો તે ફિલ્મની દુનિયામાં કંઈક અલગ પ્રકારની ફિલ્મો છે જે વિશે આપણે આજ વાત કરશું.

     ફિલ્મ એટલે મનોરંજન સીધો સાદો અને સરળ અર્થ. ભારતીય ફિલ્મ જગતમાં ઘણા બધા પ્રકારની થીમ બેઝ પર ફિલ્મો બનાવવામાં આવે છે. જેમાં ફેમિલીયર ફિલ્મો,બિઝનેસ અંતર્ગત ફિલ્મ,લાઈફ સ્ટાઈલ અનુસાર ફિલ્મો,સત્ય કથાઓ એટલે કે ટ્રુ સ્ટોરિઝ ઉપર આધારિત ફિલ્મો,મનોરંજક ફિલ્મો,સસ્પેન્સ ફિલ્મ,હોરર ફિલ્મ, કોમેડી ફિલ્મ વગેરે. આ બધાએ ફિલ્મના પ્રકારો માંથી હોરર ફિલ્મ એક તેવા પ્રકારની ફિલ્મ છે કે જેના દ્વારા લોકોને કોઈ એક પાત્ર પ્રત્યે અણગમો અથવા તો ભયનો મહલ ઉત્પન્ન કરવાનો એક પ્રયાસ કરવામાં આવે છે. ઘણી લોકમાન્યતાઓ,લોકવાયકાઓ સાથે આ નેગેટિવ એનર્જી એટલે કે રાક્ષસી વૃતિ વિશે માત્ર પરિચય આપી લોકોને તેની વિશે અવગત કરાવવાનો એક સરળ પ્રયાસનું માધ્યમ એટલે હોરર ફિલ્મ. આ ફિલ્મમાં ઘણીવાર માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ પ્રકારની અરૂચિકર સંસ્કૃતિના પરિચય સાથે લોકોને અવગત કરાવે છે.

હોરર ફિલ્મો

     હોરર ફિલ્મમાં ઘણા બધા પ્રકારની હોરર ફિલ્મો જુદા જુદા અંતરે શ્રદ્ધા માન્યતા બ્લેક મેજીક ઉપરની ફિલ્મ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ ઘણા બધા દિગ્દર્શકોએ કરેલો છે. જેમાં બોડી હોરર,કોમેડી હોરર, સાયકોલોજીકલ હોરર,સ્લેશર હોરર (ખૂની ખેલ),સ્ટલેટર હોરર (સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા) જેવી જુદા જુદા પ્રકારની ફિલ્મો તૈયાર કરી પ્રેક્ષકો સામે પડદા પર મૂકવામાં આવી છે. હોરર ફિલ્મનો ઇતિહાસ ઘણો જ લાંબો છે જેમાં આપણે વધુ ઊંડા નહીં ઉતરતા કેટલીક હોરર ફિલ્મ વિશેની માહિતી લઈએ તો 1940 અનાર બાલા,1946 ખૂની,1964 કોહરા,1965 ગુમનામ,ભુત બંગલા આ બધી ફિલ્મો ખૂબ જૂની છે એટલે કે એ સમયે પણ આવી ફિલ્મ પ્રદર્શિત થતી હતી. જેથી લોકો પોતાની આસપાસના માહોલ થી પરિચિત થાય. તેમાંથી થોડી નવી ફિલ્મો વિશે વાત કરીએ તો 2002 રાજ,2005 કાલ,2006 આત્મા,2007 ભૂલભૂલૈયા,2011 404, અને હાલની 2014 ભુતનાથ રિટર્ન્સ,2020 લક્ષ્મી, ભુતીયા હિલ્સ,2022 ભેડિયા,ફોન ભૂત, 2024 શૈતાન.

હોરર ફિલ્મો

     આ ઘણી બધી ફિલ્મો પ્રદર્શિત થઈ ચૂકી છે જેમાં કોઈક ફિલ્મના ગીતો પ્રસિદ્ધ થયા છે જેમકે ભૂલભૂલૈયા નું ટાઈટલ સોંગ” મેરી આખે ભૂલભૂલૈયા”, ફિલ્મ રાજનું “દીવાના કર રહા હૈ” ગુમનામ ફિલ્મનું,” ગુમ નામ હે કોઈ” તો કોઈ ફિલ્મ સ્ટોરી બેઝથી સારી ગણવામાં આવી છે. જેમકે ભુતનાથ રિટર્ન્સ લક્ષ્મી,ભૂલભૂલૈયા આ ફિલ્મો એ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ માન્યતાઓ અને ધાર્મિક સંસ્કૃતિ ના હયાતીના દ્વારો ખટખતાવે છે.

     આજે દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિઓ એ તેના નિર્ધારિત સમયે જ પૃથ્વી ઉપર આવે છે અને જાય છે. પણ આમાં ઘણા લોકો નો વિલ પાવર અથવા માનસિક ક્ષમતા એટલી સ્ટ્રોંગ હોય છે કે જેના કારણે તે અને દુનિયામાંથી જવાનો આદેશ થયો હોવા છતાં પણ તે પૃથ્વી માં જીવવાની જીજીવિશા અથવા તો પોતાના કોઈ કાર્ય પ્રત્યેનો અટૂટ સમર્પણ ભાવ તેને દુનિયામાં અદ્રશ્ય રીતે જીવવા માટે મજબૂર કરી દે છે. અને તે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે ચોક્કસ સ્થળ અને ચોક્કસ સમય નો ઉપયોગ કરી લોકોને પોતાની હયાતીથી અવગત કરવે છે. જેને આપણે આત્મા એવું નામાકરણ કરેલું છે.

 

હોરર ફિલ્મો

    વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ શેતાન એ હોરર ફિલ્મ દુનિયામાં ગુજરાતી ફિલ્મ ‘વશ’ નું રીમેક છે. આ ફિલ્મ જેને કાળો જાદુ કહેવાય છે તેની ઉપર ફિલ્માવવામાં આવી છે.એ 8 માર્ચ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બે કલાક અને 12 મિનિટની છે. આ ફિલ્મની કથા એવી છે કે ફિલ્મનો નાયક પોતાના ફેમિલી સાથે આઉટિંગ પર જાય છે. રસ્તામાં તે એક ધાબા પર નાસ્તો કરવા માટે રોકાઈ જાય છે. એ સમયગાળા દરમિયાન તેને એક અજાણ્યા મુસાફિર સાથે વાતચીત થાય છે. તે મુસાફરની નજર તેની દીકરી પર જાય છે. તે તેની સાથે નજર મેળવીને તેને પોતાના વશમાં કરીલે છે. હવે તે છોકરી પેલો મુસાફર કે તે પ્રમાણે કરે છે. અહીંથી ફિલ્મની સાચી કથા શરૂ થાય છે. તે અજાણ્યો મુસાફર તો છોકરીને શોધતો શોધતો ફિલ્મ નાયકના ફાર્મહાઉસ સુધી પહોંચે છે. થોડીવાર મોબાઇલ ચાર્જ કરવાના બહાને અને ફોન કોલ્સ કરવાના બહાને ફાર્મહાઉસ ની અંદર દાખલ થાય છે. અને તેની દીકરી પર એક પ્રકારનો જેને આપણે મેલી વિદ્યા કહી શકાય તેવો બ્લેક મેજીક દ્વારાતે બાળકીને પોતાના વશમાં કરે છે. ત્યારબાદ બાળકી પોતાના હોશકોશ કોઈ બેસી આગંતુકની રક્ષા કરે છે.ત્યાર પછી તે બાળકી પોતાના પિતા  આગંતુક ઉપર હુમલો કરવા આવે છે તો પોતાના પિતાની વિરુદ્ધ જઈને પોતાના કુટુંબ થી બચાવવા માટેનો પ્રયત્ન કરે છે. આવેલ આગંતુક જે પ્રમાણે કે તે પ્રમાણે વર્તવા મજબૂર થઈ જાય છે. આગંતુક કે છે એ જ પ્રમાણેનું વર્તંન કરવા માટે મજબૂર બની જાય છે. પોતાને કુટુંબ પ્રત્યે પણ તે બહુ અસ્પષ્ટ વર્તન કરે છે. તે મુસાફર ના કહેવા પ્રમાણે ગેસના બાટલા ઉપર બેસીને પોતાની જાતને સળગાવીને મારી નાખવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારનું મનોવિજ્ઞાનિક  ફિલ્મ વિકાસ ભાલ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનો સ્ટોરી બેઝ સારો છે. આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મ વશની કોપી હોય તેવું લાગે છે. પાત્રનો અભિનય સારો છે. ફિલ્મ એક વખત જોવા જેવી છે. પ્રથમ પાંચ દિવસોમાં ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર સારો આવકાર મળેલો. આવા પ્રકારની ફિલ્મો એ હોરર સાથે થ્રીલર અને વ્યક્તિની મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતા દર્શાવે છે. નાના બાળકો આ ફિલ્મનો ન જુવે તો સારું એવું કહી શકીએ. કારણ કે આ ફિલ્મએ બાળકના કોમળ મનસપટ પર મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતા ઊભી કરી શકે છે.

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More