પંકજ ત્રિપાઠી હવેથી સ્ક્રીન પર અપશબ્દો નહીં બોલે

બોલિવૂડ ડાયરી
પંકજ ત્રિપાઠી
Cine Gujarati | સિને ગુજરાતી | pankaj tripathi

એમેઝોન પ્રાઈમ વિડિઓ પર આવેલી ‘મિર્ઝાપુર’ વેબ સિરિઝથી ખ્યાતિ પામેલા પંકજ ત્રિપાઠીએ નક્કી કર્યું છે કે હવેથી એ કોઈ ફિલ્મમાં કે વેબ શૉમાં કે ટીવી સિરિઝમાં અપશબ્દો નહીં બોલે. મશબલેને ઇન્ટરવ્યૂ આપતા પંકજ કહે છે કે અપશબ્દો ન વાપરતા, આવી રીતની ભાવનાઓ દર્શાવવા માટે, બીજી કોઈ રચનાત્મક રીત અપનાવવાની તરફેણમાં છે.

પંકજ ત્રિપાઠી

પંકજ માને છે કે કેટલાક પાત્રોને ધ્યાનમાં રાખીને અપશબ્દો બોલવા પડે છે, જેમ એમણે ‘મિર્ઝાપુર’ અને બીજા કેટલાક શોઝમાં બોલવા પડ્યા, પરંતુ તે હંમેશા ધ્યાન રાખે છે કે શું અપશબ્દો બોલવાથી વાર્તામાં કોઈ ફરક પડે છે? જો નહીં તો અપશબ્દોનું કેટલું મહત્વ છે? આ બધું વિચાર્યા પછીજ તે બોલ્યા છે.

પરંતુ હવે પંકજે નક્કી કર્યું છે કે ભલે અપશબ્દો વાર્તા અને પાત્ર માટે જરૂરી હોય, પણ તેઓ ક્યારેય એ બોલશે નહીં. તેઓ માને છે કે સર્જકોએ કોઈ રચનાત્મક રસ્તાઓ શોધવા જોઈએ. ફિલ્મ મેકિંગ એક રચનાત્મક પ્રક્રિયા છે. એટલે આ સંભવ થઇ શકે એમ છે.  રચનાત્મકતાની વાત કરતા પંકજ ‘મિર્ઝાપુર’નો એક દાખલો આપે છે. તેઓ કહે છે કે ‘મિર્ઝાપુર’માં એક ડાયલોગ હતો “વિશુદ્ધ લડકે હો તુમ.”. આ એમના મનની ઉપજ હતી. આનો કોઈજ મતલબ થતો નથી, પરંતુ અમે બનાવી લીધું.

આજની તારીખમાં પંકજ ‘ફુકરે ૩’ ના રિલીઝની રાહ જોઈ રહ્યા છે જેમાં એમણે પંડિતજીનો રોલ ભજવ્યો છે.

#cinegujarati #pankajtripathi #bollywood cine gujarati pankaj tripathi 

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) linkedin : linkedin.com/in/cinegujarati
7) pinterest : https://in.pinterest.com/cinegujarati/

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More