સમંદર : શાનદાર ટ્રેલર અને ગીતોએ ગુજરાતી ફિલ્મચાહકોમાં જગાવી આતુરતા…!!!

સિને ગુજરાતી સ્પેશિયલ
સમંદર
સિને ગુજરાતી

સમુદ્ર એટલે સમંદર…. શું હોય છે સમુદ્રમાં? ખારું પાણી,હોડી, જહાજ, માછલીઓ, ઓક્ટોપસ, કરચલા, છીપલા, શંખ અને ઘણું આમ જો જોઈએ તો પૃથ્વીના ત્રીજા ભાગથી વધારે દરિયો એટલે જ સમંદર. સારું અહીંયા આપણે વિશેષ સમુદ્રમાં ઇતિહાસમાં ઉતરતા નથી. પણ સમંદરમાં ઉતરશું. શું છે આ સમંદર? અને શું તે ભરતી લાવે છે?
આ સમંદર લાવ્યા છે KP & UD મોશન પિક્ચર પ્રેઝન્ટસ. જેના નિર્માતા છે કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખાવા. જેના ડાયરેક્ટર છે વિશાલ વડાવાલા. સાથે ક્રિએટિવ ડાયરેક્ટર છે મૈત્રૈય મહેતા. જેના સંપાદક છે તેજસ તાતરિયા. જેને સંગીત આપી સજીવન કરી છે કેદાર ભાર્ગવે. ગીતકારો છે આદિત્યદાન ગઢવી, નકશ અઝીઝ. આ ફિલ્મના સ્ટોરી અને સ્ક્રીન પ્લે સ્વપ્નિલ મહેતા દ્વારા આપવામાં આવ્યો છે.
ગુજરાતી ફિલ્મોમાં કોમેડી,ડ્રામા, પારિવારિક ફિલ્મો, ઐતિહાસિક ફિલ્મો, માયથોલોજીકલ ફિલ્મો બની ચુકી છે. આ બધાથી થોડા હટકે વિશાલ વડાવાલાએ સાહસ કર્યું છે સમંદર ફિલ્મ બનાવવાનું. અત્યાર સુધી હોલીવુડ અને બોલીવુડમાં સમંદર માફિયા ઉપર ઘણી ફિલ્મો બની ચૂકી છે. પણ ગુજરાતી ભાષામાં આ પ્રથમ ફિલ્મ છે. જે અંડરવર્લ્ડ સબ્જેક્ટ પર બનાવવામાં આવી છે.અગાઉ પણ મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેરે બંને કલાકારોએ વિશાલ વડાવાલા સાથે “સૈયર મોરી રે” અને “રઘુ cng”જેવી ફિલ્મમાં કિરદાર આપેલો છે. ગુજરાતી વેબસિરીઝ “વિઠ્ઠલ તિડી” મા પ્રતીક ગાંધી સાથે વિશાલ વડાવાલા સાથે શરૂઆત કરેલી.
શું છે આ સમંદર? ઉદય અને સલમાનની મિત્રતા. આ બંને પાત્રો મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેરે બખૂબી નિભાવ્યા છે. આ ઉપરાંત એમાં દીક્ષા જોશી, ધર્મેન્દ્ર ગોહિલ, રીવા રાચ્છ, ચેતન ધાનાણી, કલ્પના ગાંગડેકર, નિલેશ પરમાર જેવા એક્ટરોએ પોતાની ભૂમિકા નિભાવી છે.

સમંદર ફિલ્મ ફિશરિંગ માફિયાઓ ઉપર બનાવવામાં આવેલ છે. જેમાં બે બાળ મિત્રો છે જે ઉંમરમાં ખૂબ જ નાના છે ઉદય અને સલમાન. મિત્રતાના અટૂટ બંધને જોડાયેલા છે. દરેક પ્રકારની આપત્તિ, વિપત્તિ અને મુશ્કેલીઓમાં સાથે રહીને આગળ આવ્યા છે. સાથે ખાવાનું પીવાનું, રહેવાનું અને સાથે જેલમાં પણ જવાનું. બંને મિત્રોની મહત્વકાંક્ષા સમંદર પર રાજ કરવાની સાથે સાથે માફિયાગીરીના વિશ્ર્વમાં પ્રવેશે છે. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ તેની મહત્વકાંક્ષા અણધારી મુસાફરી અને તોફાનોનો તરખાટ મચાવે છે. આ માફિયાગીરીમાં બંને મિત્રો કેવી રીતે દાખલ થાય છે. દાખલ થયા પછી કેવો તરખાટ મચાવે છે. આવી અતૂટ મિત્રતા ફિલ્મમાં બતાવવામાં આવી છે. પણ કહેવાય છે ને કોઈ બંધન અટુટ હોતા નથી. આવા બંધનોમાં સત્તા, રાજકારણ અને બદલાની ભાવના જેમાં રેડાય તે તમામ બંધનો તૂટતા જોવાય છે. તો શું આ દોસ્તીને પણ આવું ગ્રહણ લાગે છે ? ફિલ્મમાં આગળ કેવા પ્રકારના ટ્વિસ્ટ અને ટર્ન આવે છે એના માટે તો આપણે ફિલ્મ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે પણ ટ્રેલર જોયા બાદ એટલું જરૂર કહી શકાય કે આ ફિલ્મ અત્યાર સુધી આવેલી ગુજરાતી ફિલ્મોમાં સૌથી અલગ છે.

આ ફિલ્મમાં ‘માર હલેસા’ ગીત દર્શાવેલું છે. જે ગીતમાં આ બંને મિત્રો દરિયાના ડોન હોય તેવું બતાવવામાં આવ્યું છે. સાથે તે લોકોને મદદ કરતા પણ દર્શાવ્યા છે. દરિયા પર બંને રાજ કરતા હોય એવું દર્શાવેલ છે. આ ફિલ્મનું બીજું ગીત ‘દિલના દરિયામાં આજ તું’ મમતા સોનીએ દ્વારા આઈટમ ગર્લની જેમ દર્શાવ્યું છે. ખૂબ જ એનર્જેટિક છે. જેમાં આદિવાસી વેશભૂષાઓ પણ દર્શાવી છે. ખૂબ જ મોટા મહેલના ગ્રાઉન્ડમાં મહેલનું સરસ ડેકોરેશન બેગ્રાઉન્ડમાં કરવામાં આવેલું છે.

Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats

1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) Pinterest : https://in.pinterest.com/cinegujarati/

#samandar #gujaratimovie #gujaratifilm #gujaraticinema #cinegujarati

samandar, gujarati movie samandar, gujarati film samandar, cine gujarati, cinegujarati

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More