એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ ગોસિપ બોલિવૂડ ડાયરી

ગત દાયકાઓ ના લોક્પ્રિય અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર આજે બૉલીવુડની ઍક પ્રખ્યાત અભિનેત્રી છે. આશિકી 2, સ્ત્રી, અને છીછોરે જેવી હિટ ફિલ્મો થી તેણે પોતાની અવ્વલ  આદકારી અને ખૂબસૂરતી નો પરિચય પ્રેક્ષકોને આપ્યો છે ઍમા બે મત નથી. ઍના ચાહકોનો વર્ગ ઍની પ્રતિભાની જેમ, દરેક ફિલ્મ સાથે વધતો જ રહ્યો છે.

શ્રદ્ધાની લેટેસ્ટ ફિલ્મ ‘તૂ જૂઠી મેં મક્કાર’ બૉક્સ ઑફીસ પર સરસ પરફૉર્મ કર્યા બાદ તેની સાથે જોડાયેલી ઍક રસ્પ્ર્દ વાત બહાર આવી છે. કહેવાય છે કે શ્રદ્ધા અને આ ફિલ્મના રાઇટર રાહુલ મોદી વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યું છે.

‘બાઘી’ ફિલ્મની આ હિરોઈન માટે પ્રેમની આ બીજી ઈનીંગ છે. શ્રદ્ધા અને રાહુલને પાપરાઝીઓેઍ ઍક સિનેમા હૉલમાંથી બહાર નીકળતા જોયા. જેનાથી અંદાજો લગાડી શકાય કે તેઓ મૂવી ડૅટ પર ગયા હતા. જ્યારે શ્રદ્ધા પાપરાઝીઓે સાથે વાતો કરી પોતાની કારમાં બેસી જતી રહી, રાહુલ થોડી વાર પછી સિનેમા હૉલમાંથી નીકળ્યો હતો અને પાપરાઝીઓે સાથે વાત કર્યા વગર જ ચાલી ગયો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાઍ ક્યારે રાહુલ મોદી સાથેના અફેરની જાહેરાત કેરી નથી, પરંતુ રાહુલ તેના શ્રદ્ધા સાથેના ફોટો પોતાના પેટ ડૉગના સોશિયલ મીડીયા અકાઉંટ પર પોસ્ટ કરતો રહે છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More