આવી રહી છે હોરર કોમેડી : વેલકમ પૂર્ણિમા

ફિલ્મ રિવ્યુ
વેલકમ પૂર્ણિમા poster 3

વેલકમ પૂર્ણિમા - Poster

Cine Gujarati | વેલકમ પૂર્ણિમા | Film Review

રામ અને દેવલો ઉર્ફે હિતેન કુમાર તેમની કરીઅરની બીજી ઇનિંગમાં સોળે કળાએ ખીલ્યા છે. વશ અને આગંતુક જેવી પ્રયોગાત્મક ફિલ્મોમાં હટકે રોલ કર્યા પછી હવે તેઓ આવી રહ્યા છે એક હોરર કોમેડીમાં. ડિરેક્ટર રીશીલ જોશીની આવી રહેલી ફિલ્મ ‘વેલકમ પૂર્ણિમા’ હોરર કોમેડી છે. ૧૨ મેએ રીલીઝ થનારી આ ફિલ્મમાં હિતેનકુમાર એક બાપના રોલમાં છે જે મેરેજ બ્યુરો ચલાવે છે. આ બાપ એટલે કે હિંમતલાલ અંધારિયાના જીવનમાં અંધારું ત્યારે આવે છે કે પોતે નવ્વાણું લગ્ન સફળતાપૂર્વક કરાવી ચૂક્યા છે પણ એમનો ખુદનો દીકરો લગ્ન કરવાની ના પાડે છે. દીકરાના રોલમાં પહેલી વખત સિનેમાના પડદે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે. હેમ સેવક નામનો સોહામણો યુવાન જેમનું ફિલ્મમાં નામ યુગ છે. લગ્ન ના કરવા પડે તેના માટે બહાનાબાજી કરતો યુગ આત્મા સાથે પરણવાનું કહે છે. ભૂત સાથે તે કંઈ લગ્ન થતા હશે? દીકરાના વિચિત્ર વલણને કારણે અને બાપની જીદને કારણે ઘરમાં શરૂ થાય છે કોમેડી ભરેલો કકળાટ! ફિલ્મમાં માનસી રાચ્છ, જ્હાનવી ગુર્નાની, ઈથાન, ચેતન ધાનાણી, મૌલિક ચૌહાણ પણ છે. ચેતન દૈયાની વાર્તા અને સંવાદો છે. સંજીવ-દર્શન રાઠોડનું મ્યુઝિક છે. હોરર કોમેડી ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ ખેડાયેલું ઝોનર છે. ટ્રેલર ઉપરથી આ ફિલ્મ કોમર્શિયલ, ફેમિલી ડ્રામા અને માસ એન્ટરટેઈનર લાગે છે.

વેલકમ પૂર્ણિમા - Poster 2

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More