છેલ્લાં ૧૨ વર્ષથી હિતેશ શાહ – શાઈનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટસમાં સ્ટેજ, ટીવી-ફિલ્મ એક્ટિંગ વર્કશોપનું આયોજન કરે છે. આ વર્ષે એપિક ફાઉન્ડેશન, અમદાવાદ તથા ડ્રીમ લવર્સ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી સ્ટેજ ટીવી ફિલ્મ્સ એક્ટિંગ વર્કશોપનું તા. ૫ મે, ૨૦૨૩ થી ૧૫ મે, ૨૦૨૩, સમય : સવારે ૮ થી ૧૧ વડોદરા ખાતે આયોજન કર્યું છે. આ વર્કશોપથી અત્યારસુધીમાં ૫ થી ૭૦ વર્ષના ૪૦૦ જેટલાં લોકોએ ભાગ લીધો છે. ઘણા વિદ્યાર્થીઓને આ વર્કશોપથી નાટક તેમજ ફિલ્મોમાં તક મળેલ છે. આ સાથે ઉગતા કલાકારોને તક મળે તે હેતુથી નવા નવા વિષયો સાથે ‘શોર્ટ ફિલ્મ્સ’ સ્પર્ધાનું આયોજન કરાય છે. તેમના આ કાર્યક્રમમાં ડિજિટલ ઈલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર તરીકે ‘સિને ગુજરાતી’, એજ્યુકેશન પાર્ટનર તરીકે ‘કેરિયર નક્શા’, સર્ટિફિકેટ અને ટ્રોફી પાર્ટનર ‘એપિક ફાઉન્ડેશન-અમદાવાદ’, ઓનલાઈન પાર્ટનર ફિલ્મી એક્શન, મેગેઝિન પાર્ટનર ફીલિંગ્સ મેગેઝિન, ટેકનિકલ તથા ક્રિએટિવ પાર્ટનર ઝી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ આર્ટ અને એસ.એસ. જ્વેલર્સ બરોડાનો સહયોગ મળ્યો છે. આ વર્કશોપમાં ફેકલ્ટી તરીકે ડૉ. યોગેશ ભટ્ટ, મનોજ રાણા, તરુણ ઘોષ, મેહુલ ઉપાધ્યાય, મયૂર ચૌહાણ તથા હિતેશ શાહ, જિગર દરજી છે.