મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ – સિનેમા કલ્ચરને ડેવલપ કરવા એક સુંદર આયોજન…

ઈવેન્ટસ

૧૫૦થી વધુ ફિલ્મો રજીસ્ટર્ડ થયા બાદ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ ભાષા ની ફિલ્મોનું સ્કિનીંગ કરાયુ તથા સિનેમા જગતનાં દિગ્ગજો તથા નવા કલાકારોને મહારાજા એવોર્ડ્સ – મહારાણી એવોર્ડ્સ એનાયત કરવામા આવ્યાં.


મહારાજા ફિલ્મ ફેસ્ટિવલમા લગભગ ૫૦૦૦ સભ્યો જેમણે વિશ્વના અલગ અલગ દેશો તથા ભારતના વિવિધ રાજયોના કલાકાર કસબિઓએ ભાગ લિધો અને હવે સિઝન – ૨ સાથે મુબંઈ, મહારાષ્ટ્ર ખાતે ભવ્ય રીતે ૨૦૨૪માં યોજાશે મહારાજા એવોર્ડ્સ – મહારાણી એવોર્ડ્સ

23 વર્ષોથી સિનેમા જગતમાં પોતાનુ યોગદાન આપ્યા બાદ અનેક એવોર્ડ્સના વિજેતા બનેલા તથા વિશ્વ રેકોર્ડ ધરાવનાર સંગિતકાર, રેપર અને મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના ફાઉનઽર મહારાજા નૌશિવ વર્માના જણાવ્યા પ્રમાણે આ વિશ્વની પહેલી રોયલ ફેમિલી છે જે ખાસ સાચા કલાકારોને પ્રોત્સાહન આપવા તથા દિવ્યાંગ કલાકારોને સિનેમા જગતમા ઝંપલાવવા માટે આતુર છે.

૨૦૨૨ – ૨૦૨૩ માં ૧૫૦થી વધુ ફિલ્મો રજીસ્ટર્ડ થયા બાદ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ ભાષા ની ફિલ્મોનું સ્કિનીંગ કરાયુ તથા સિનેમા જગતનાં દિગ્ગજો તથા નવા કલાકારોને મહારાજા એવોર્ડ્સ – મહારાણી એવોર્ડ્સ એનાયત કરવામા આવ્યાં.

બોલિવુડ, હોલિવુઽ, તમિલ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી, ઉડિયા, કોંકણી, પંજાબી, ઈરાનીયન, ઈટાલિયન, આફ્રિકન તથા અમેરિકન જેવી અનેક ભાષાની ફિલ્મો એ ભાગ લિધો જે ગુજરાતની ઘરતી પર સૌપ્રથમ વખત સર્જાયુ.

ગુજરાત ના ટુરિઝમ તથા સિનેમેટિક ટુરિઝમ પોલિસીને વેગ મળે એ હેતુ સાર્થક થયો જયારે વિવિધ રાજયો ના કલાકાર કસબિઓ ગુજરાત પધાર્યા.

મુખ્ય કલાકારોમાં ભાવિની જાની, ભિમ વાકાણી, તરસેમ પોલ, ફિરોઝ ઈરાની, દિપક અંતાણી, દિપેન રાવલ, ભાવેશ શ્રીમાળી, જ્હાનવી ચૌહાણ, અરવિંદ વેગઙા, જયકરભોજક તથા મુખ્ય ફિલ્મો જેમા મેઽલ, હું તારી હિર, છેલ્લો શો, ગાંધી ગોડસે એક યુઘ્ધ,પંજાબી ફિલ્મ લ્હેમબરદારી, ગુજરાતી ફિલ્મ મિરા, મરાઠી ફિલ્મ ફતવા, તેલુગુ ફિલ્મ એસ્કેપ, તમિલ ફિલ્મ Do-Over, ઊઙીયા ફિલ્મ દમન, તથા કોન્કણી મ્યુઝીક ને એવોર્ડ્સ થી સન્માનિત કરવામા આવ્યા હતા.

એકજ કેટેગરીમાં ઽયુઅલ એવોર્ડ્સની આ પ્રથમ ઘટના બની છે.

હવે સિઝન – ૨ મા મહારાજા ચિત્રપટ મહોત્સવ ની શરુઆત થઈ ચુકી છે.

#maharaja #maharajafilmfestival #filmfestival #filmyaward #filmaward #award #awardevent

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More