અમદાવાદમાં ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથેનું ‘એપલ મીની મલ્ટિપ્લેક્સ’ શરૂ થયું….

ઈવેન્ટસ

Jayesh Vora (Ahmedabad)

𝐀𝐏𝐏𝐋𝐄 𝐌𝐈𝐍𝐈 𝐌𝐔𝐋𝐓𝐈𝐏𝐋𝐄𝐗
ગુજરાતમાં સૌ પ્રથમ વખત એક્સટોલ ટ્રેડ સેન્ટર ગોતા ખાતે એક જબરજસ્ત સગવડતાથી ભરપૂર apple મીની મલ્ટિપ્લેક્સ શરૂ થવા જઈ રહ્યું છે, મણીનગર કાંકરિયા ખાતે તેઓનું આધુનિક એપલ મીની મલ્ટિપ્લેક્સ હાલમાં લાઈવ છે જ તેની ભવ્યાતિભવ્ય સફળતા બાદ નવુ સાહસ કરવા પ્રેરિત થયા છીએ, ગોતા રોડ પર નવા અમદાવાદની સેન્ટર માં શરુ થઈ રહ્યું છે,

થોડી વાતો કરીએ થિયેટરના ટેકનિકલ વિશે ફિલ્મો જોવા માટે સૌપ્રથમ હાઈ ક્વોલીટીના પ્રોજેક્ટર જોઈએ, એપલ મીની મલ્ટિપ્લેક્સ ની અંદર આવા અતિ આધુનિક એવા વર્લ્ડ બેસ્ટ કંપનીના લેસર પ્રોજેક્ટર લગાડવામાં આવ્યા છે, જે દુનિયાની શ્રેષ્ઠ ક્લિયારિટી આપવા સમકક્ષ છે, ત્યારબાદ વાત કરીએ સાઉન્ડ સિસ્ટમની વર્લ્ડ બેસ્ટ કંપની એટલે કે જેબીએલ ની સાઉન્ડ સિસ્ટમ 7.1 સાઉન્ડિંગ સરાઉન સાઉન્ડ ની ઓરીજનલ ઈફેક્ટ સાથે ચારેય થિયેટરમાં લગાડવામાં આવી છે, જે ફિલ્મને જોવામાં એક રિયાલિટી નો ડ્રામા નો અહેસાસ કરાવે છે, હવે આવે કમ્ફર્ટ ઝોન એટલે કે એરકન્ડિશન તો વર્લ્ડ બેસ્ટ કંપની એટલે કે હિટાચી ખુલ્લા પેસેજમાં અને ચારેય થિયેટરમાં કમ્પ્લીટ એપલ મીની મલ્ટિપ્લેક્સ મા આહ્લાલાદક અનુભવ સેન્ટ્રલ એસી જેઓ થશે,
ચાર થિયેટર બનાવવામાં આવ્યા છે, જેની અંદર વીઆઈપી વી વીઆઈપી અને બે રેગ્યુલર આવી રીતે ચાર સ્ક્રીન નું આયોજન કરવામાં આવેલ છે, જેની ઇન્ટીરિયર તથા કલર થીમ એપલના નામ મુજબ દરેક કલરમાં કરવામા આવી છે, કોઈપણ પિક્ચરનું પ્રીમિયર રાખવું હોય તો ઓપન સ્પેસમાં કમસેકમ નવ સો થી હજાર માણસ હાજર રહી શકશે, અહીં તમે ઓટીટી પ્લેટફોર્મની કોઈપણ ફિલ્મ સિરીઝ અન્ય કોઈપણ ઇવેન્ટ નું પણ પ્રેઝન્ટેશન આબેહૂબ કરી શકો છો, યંગ સ્ટરને આકર્ષવા માટે સેલ્ફી બુથ પણ બનાવવામાં આવ્યા છે જેમાં અન્ય કલાકારો સાથે તમારા ફોટો લઈ શકશો, પ્રીમિયર માટે એના સ્ટેજની એક અલગ વ્યવસ્થા અને સ્પેસ આપવામાં આવી છે, યંગસ્ટર ને જરૂરિયાત મુજબ તમામ પ્રકાર નુ ફાસ્ટફુડ તથા મોકટેલ અન્ય આઈટમો ની વ્યવસ્થા પણ કરેલ છે, જો તમે ફેમિલી સાથે આવ્યા હોય અને જો તમારા બાળકો પણ સાથે હોય તો એમના માટે ઘણી બધી ગેમો નું આયોજન કરેલ છે દેશ વિદેશથી ઇનપોટ કરેલી ગેમ રસપ્રદ અને આહલાદક છે, જે તમારું બાળક ફીલમ જોવા માટે નહીં પણ ગેમ રમવામાં તો આવશે જ આવા તમામ પ્રકારની સગવડતા સુજ ફાયર સિસ્ટમ સાથે થિયેટર ની અંદર અને બહાર CCTV કેમેરા થી સજ્જ જેની દેખરેખ ઓફિસ માંથી થાય,

એસજી હાઇવે થી ખૂબ જ નજીકના અંતરમાં તારીખ 11 ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે તો તમામ સેલિબ્રિટી ને આમંત્રિત કરવામાં અમે ધન્યતા અનુભવીએ છે, તમે ગમે ત્યારે ડિરેક્ટર પ્રોડ્યુસર અહીં પોતાની ફીલમ તથા ઓટીટી પ્લેટફોર્મ ના પ્રીમિયર માટે મુલાકાત લઈ શકે છે, ગોતા વંદે માતરમ રોડ પર આજથી ખુલ્લું મૂકવામાં આવે છે સવારે સ્ક્રીન વન અને ટુ નું ઉદઘાટન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મહારાજ થી કરવામાં આવ્યું હતું અને બપોર બાદ સ્ક્રીન થ્રી અને ફોર નું ઉદ્ઘાટન આપણા સૌના માનિતા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાનીના હાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીચે ઇનોગ્રેશનમાં હજારો લોકોની મેદની ને સંબોધન પણ કર્યું હતું, અને થિયેટરની વિશિષ્ટતા વિશે જણાવેલ હતું.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More