ઓએનજીસી ખાતે યોજાયો સિંગર કીર્તન શુક્લનો ગઝલ-સંધ્યા કાર્યક્રમ

ઈવેન્ટસ

વડોદરા.

ઓએનજીસી વડોદરા દ્વારા બોર્ડ બેઠક અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ દરમિયાન સાંજે એક સુંદર સંગીત સંધ્યાનું આયોજન થયું હતું.
જેમાં સિંગર કીર્તન શુકલે ફિલ્મી તેમજ નોન ફિલ્મી ગઝલ અને ગીતો રજૂ કરી સાંજને સૂરીલી બનાવી હતી.
આ કાર્યક્રમનું આયોજન ઓએનજીસી કલબ ખાતે થયું હતું જેમાં ઓએનજીસીના ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં અતુલભાઈ બ્રહ્મભટ્ટ, ચિરાગભાઈ, નૃપેશભાઈ તથા મિશ્રાજીએ યોગદાન આપ્યું હતું.
અનેક પ્રખ્યાત ગઝલોની ફરમાઈશ સાથે આમંત્રિત મહેમાનોએ કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો.

kirtan shukla, #kirtanshukla, #musicalnight #gazalprogram #geetsandhya #music #gujaratisong #gazal #ghazal #bollywoodsong

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More