વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ શિકાગો, યુએસએ ખાતે સિલેક્ટ થયેલી ફિલ્મોની એવોર્ડ સેરેમની સાથે સમાપ્ત થઈ

ઈવેન્ટસ

શિકાગો, યુએસએ – 10th July 2023 –

વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ શિકાગો, યુએસએ ખાતે 7 થી 9 જુલાઈ દરમિયાન યોજાઈ હતી. આ ફેસ્ટિવલમાં 3000 થી વધુ પ્રેક્ષકોએ તેમના જબરજસ્ત પ્રતિસાદ સાથે હાજરી આપી હતી. ફેસ્ટિવલ જ્યુરી ચેર પર્સન એસ.જે. શિરો, જ્યુરી સભ્યો ગોપી દેસાઈ, જય વસાવડા અને મયંક છાયા સહિત શિકાગોના ઘણા મહાનુભાવો અને ગુજરાતી ફિલ્મ સમુદાયના લોકો જેવા કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ મલ્હાર ઠાકર, સુપ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક અતુલ પુરોહિત, બોલિવૂડના બહુમુખી અભિનેતા દર્શન પંડ્યા, ગુજરાતી ફિલ્મ નિર્દેશક નિરજ જોષી અને ફિલ્મ નિર્માતા મિલાપસિંહ જાડેજાએ નોંધપાત્ર હાજરી સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

9મી જુલાઈના રોજ ફેસ્ટિવલનું સમાપન ઓફિશ્યિલ પસંદ થયેલી ફિલ્મોના એવોર્ડ સમારંભ સાથે થયું હતું આ ઉપરાંત સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી અતુલ પુરોહિત દ્વારા સાંસ્કૃતિક સંગીતના પર્ફોર્મન્સ અને ત્યારબાદ ગાલા કોકટેલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદરણીય જ્યુરી સભ્ય જય વસાવડાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની જર્ની વિશે વાત કરી હતી અને અભિનેતા મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મો, તેના કન્ટેન્ટ અને સંસ્કૃતિ વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. ફિલ્મો દ્વારા યુવા પેઢીને આપણી ગૌરવશાળી ગુજરાતી સંસ્કૃતિ, મૂલ્યો અને ભાષા તરફ આકર્ષિત કરી શકાય છે અને તે માટે IGFF એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દર વર્ષે વિવિધ ગુજરાતી ફિલ્મ સ્ક્રીનીંગ દ્વારા ગુજરાતી સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવે છે. આ ફેસ્ટિવલનું આયોજન IGFF ના ફાઉન્ડર કૌશલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું તથા હાઈ ઇન્ડિયા તરફથી હેમંત બ્રહ્મભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને વાડીલાલ આઈસ્ક્રીમ દ્વારા સ્પૉન્સર કરવામાં આવ્યો હતો.

એવોર્ડ્સ ઓફ રેકિગનીશન માટે ઓફિશ્યિલ પસંદ થયેલી ફિલ્મોની યાદી નીચે મુજબ છે.

ફીચર ફિલ્મો – “લકીરો,” “કેરી,” “મારા પપ્પા સુપરહીરો,” “મૃગતૃષ્ણા,” “લવ યુ પપ્પા,” “ચબૂતરો,” “ફક્ત મહિલાઓ માટે,” “કર્મ,” “મેડલ,” “વીર ઈશા નુ શ્રીમંત,” “સૈયર મોરી રે,” “નાદી દોષ,” “રાડો,” “ઓમ મંગલમ સિંગલમ,” “શુભ યાત્રા,” અને “હેલો.”

ડોક્યુમેન્ટરી ફિલ્મો – “મુલસોતન – ધ રૂટેડ”

શોર્ટ ફિલ્મો – “બિટવિન ધ સાઇલન્સ,” “રેખા રામી,” “માતી,” “સેન્ડલ્સ ઓફ ગોલ્ડ,” અને “ધ બર્થ ઑફ દ્રોહીન.”

વેબ સિરીઝ – “આઝાદ,” “વાત વાત માં રીટર્ન,” “યમરાજ કોલિંગ,” “દેસાઈ ડાયમંડ્સ,” અને “ગોટી સોડા.”

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More